સત્યસ્વરૂપ આત્મા
April 21, 2009 Leave a comment
સત્યસ્વરૂપ આત્મા
આત્માની બાબતમાં સાચી માહિતિ મેળવવી અત્યંત જરૂરી છે કારણ કે એના વિના જીવનયાત્રાનું સાચું સ્વરૂપ જ પ્રગટ થતું નથી, કોઈ ઉદ્દેશ્ય નક્કી થતો નથી અને આપણે પરિસ્થિતિઓના પ્રવાહમાં આમતેમ તણાતાં ફરીએ છીએ.
જો તમે પોતાને મહાન બનાવવા ઈચ્છતા હો તો પોતાના આત્માને મહાન બનાવવાનો પ્રયત્ન કરો. જો સંસારમાં સન્માનપૂર્વક જીવવા ઈચ્છતા હો તો તમારા આત્માનું સન્માન કરો. જો આત્માને પરમાત્મા સાથે જોડવા ઈચ્છતા હો તો પોતાને એ સંબંધને યોગ્ય બનાવો.
જ્યાં સુધી તમે આત્માને પરમાત્માની સાથે સંબંધ બાંધવા યોગ્ય નહિં બનાવો ત્યાં સુધી પરમાત્મા સાથે તમે સંબંધ સ્થાપી નહિં શકો. નીચતાથી ઉચ્ચતા તરફ, તુચ્છતાથી મહાનતા તરફ આગળ વધવાનો ઉપાય એક જ છે કે તમે તમારા આત્માને ઈશ્વરનો અંશ માનીને એને પૂરેપૂરું સન્માન આપો. સન્માનનો અર્થ એ નથી કે ઘમંડ કરવો, અહંકારી બનવું, અકડાઈને ચાલવું, ઉદ્ધત થઈ જવું તથા બીજાઓને નીચ માનવા, પરંતુ એનો અર્થ એ છે કે પોતાની અંદર ઈશ્વરનો પવિત્ર અંશ બિરાજેલો જોઈને એની પૂજા-અર્ચના કરો.
અખંડજ્યોતિ, જુન- 1942 પેજ-11
પ્રતિભાવો