જ્ઞાનનો સંચય :-
April 25, 2009 1 Comment
જ્ઞાનનો સંચય :-
વિદ્વાન મનુષ્યો સુગંધિત ફૂલ જેવા હોય છે. તેઓ જયાં જાય છે ત્યાં સાથે આનંદ લઈ જાય છે. બધે જ એમનું ઘર હોય છે અને બધે જ સ્વદેશ હોય છે. વિદ્યા ધન છે. એની સરખામણીમાં બીજી વસ્તુઓ સાવ તુચ્છ છે. એ એવું ધન છે, જે આગલા જન્મોમાં પણ સાથે રહે છે. વિદ્યા દ્વારા સંસ્કારિત કરેલી બુદ્ધિ આગામી જન્મોમાં ક્રમ શઃ ઉન્નતિ કરતી જાય છે અને એના કારણે જીવન ઉચ્ચતર બનીને પૂર્ણ તા સુધી પહોંચે છે.
કૂવો જેટલો ઊંડો ખોદવામાં આવે એટલું જ વધારે પાણી એમાંથી મળે છે. જેટલું વધારે અધ્યયન કરવામાં આવે છે તેટલા જ વધારે જ્ઞાનવાન બની શકાય છે. વિશ્વ શું છે અને એમાં કેટલી આનંદમયી શકિત ભરેલી છે. એને તે જ જાણી શકે છે કે જેણે વિદ્યા પ્રાપ્ત કરી છે. આવી અજોડ સંપત્તિ ને મેળવવા માં લોકો કોણ જાણે કેમ આળસ કરે છે ? ઉંમરનો તો કોઈ પ્રશ્ન જ નથી. મનુષ્ય ભલે ઘરડો થઈ ગયો હોય કે મરણ પથારીમાં પડયો હોય છતાં તેણે વિદ્યા પ્રાપ્ત કરવામાં ઉત્સાહ બતાવવો જોઈએ કારણ કે જ્ઞાન તો જન્મજન્માંતરો સુધી સાથે જનારી વસ્તુ છે.
વિદ્યા પ્રાપ્ત કરવામાં જેઓ મન નથી લગાવતા એ લોકો ખૂબ અભાગી છે. ભિખારીને દાતા પાસે તુચ્છ બનવું પડે છે એ રીતે આપણે જ્ઞાન મેળવવા માટે તુચ્છ બનીને કોઈની પાસે જવું પડે તો પણ જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
અખંડ જ્યોતિ, ડિસેમ્બર – ૧૯૪ર, પેજ-૧પ
Yes !! one of the messenger said to achieve knowledge you should go to china.
LikeLike