ખાવાનું વહેચીને ખાઈએ :-
April 25, 2009 Leave a comment
ખાવાનું વહેચીને ખાઈએ :-
જો તમને ઈશ્વરે શ્રમ, વૈભવ, વિદ્યા, હોદ્દો, બળ, યશ તથા હોશિયારી આપ્યાં હોય તો તમે બહુ ભાગ્યશાળી છો. આ સમૃદ્ધિની મદદથી તમારા જીવનમાં સુખ અને આનંદ હશે, ૫રંતુ એ આનંદ અધૂરો, નીરસ અને ક્ષણિક હશે. જો આ સં૫ત્તિનો ઉ૫યોગ માત્ર તમારા મોજ કરશો. આનંદને અનેક ગણો વધારવાનો રસ્તો એ છે કે તમે તમારું ખાવાનું વહેંચીને ખાવ. ભગવાને તમને જે આપ્યું છે એમાંથી અમુક અંશ જેને જરૂર છે એવાને આપો. એનાથી બમણો લાભ થશે. એ જરૂરિયાતવાળો માણસ એની ઉન્નતિનાં સાધનો મેળવીને જીવનમાં આગળ વધશે અને જેણે આ ત્યાગ કર્યો હશે એને આનંદ મળશે અને આઘ્યાત્મિક સુવાસ પેદા થશે અને તમારી કીર્તિ ચોમેર ફેલાશે. બન્ને પક્ષોને એક અભૂતપૂર્વ આનંદ થશે અને એને કારણે સંસારમાં સુખ અને આનંદ વધતાં રહેશે.
આનંદનો સાચો માર્ગ વસ્તુને વહેંચીને ખાવાનો છે. પોતાની સં૫ત્તિમાંથી બીજાને મદદ કરો ભગવાને જેવી ઉદારતા તમારા માટે રાખી છે એવા તમે સમાજ માટ ઉદાર બનો ભગવાનને આનંદનો ભંડાર કહેવામાં આવે છે,કારણ કે ભગવાન પોતાની દિવ્ય સં૫ત્તિ નિઃસ્વાર્થભાવે પ્રાણીઓને આપે છે.
જો તમે વહેંચીને ખાવાની ટેવ પાડશો, તો તમે ૫ણ સર્વોચ્ચ આનંદ અને મહામાનવનું ૫દ મેળવી શકો છો.
અખંડજયોતિ, એપ્રિલ-૧૯૪૩, પેજ-૧
પ્રતિભાવો