ક્રોધ ના કરશો માફ કરો :-
April 25, 2009 Leave a comment
ક્રોધ ના કરશો માફ કરો :-
આગ તો એને જ બાળે છે, જે એની પાસે જાય છે, પરંતુ ક્રોધ તો એ કરનારને જ બાળે છે. જો આપણે પથ્થર પર હાથ પછાડીએ તો આપણને જ વાગે છે. ક્રોધી મનુષ્ય બીજાઓને પછી નુકસાન કરે છે. પરંતુ પહેલાં તો પોતાને જ હાનિ પહોંચાડે છે. જો તમારા માં બળ હોય અને વિરોધી સામે બદલો લેવાની યોગ્યતા હોય, છતાં એને માફ કરો. ક્રોધ કરવો ખૂબ ખરાબ છે. જો તમે ક્રોધનો ત્યાગ કરો અને જે કાંઈ કહેવા ઈચ્છા હોય તે શાંતિથી કહો, તો જેના માટે તમે વ્યાકુળ હો એ સમસ્યાઓ નો અડધો ઉકેલ તો આપમેળે જ આવી જશે.
આપણી બુરાઈ કરનાર સામે બદલો લઈ એ એમાં આપણી મોટાઈ નથી. એવું તો કીડી પણ કરી શકે છે. મોટો તે છે, જે પોતાના શત્રુ ને માફ કરી દે છે, ધરતી ને જુઓ. તમે એને ખોદો છો તો બદલામાં તે અન્ન પેદા કરે છે. શેરડી ને પીલી નાખી એ છીએ તો બદલામાં તે મીઠો રસ આપે છે.
જેણે તમને નુકસાન કર્યું છે તે વિચારો કમજોર છે. એને માફ કરી દો આંધળા પર તલવાર ચલાવવી તે કોઈ બહાદુરી નથી. બદલો લેવા થી તમને થોડી વાર આનંદ થશે, પરંતુ ક્ષમા આપવા થી જે આનંદ મળશે તે ઘણા લાંબા સમય સુધી ટકશે.
અખંડજયોતિ, જાન્યુઆરી-૧૯૪૩, પેજ-૪૩
પ્રતિભાવો