તૃષ્ણાઓ છોડો : –
April 25, 2009 Leave a comment
તૃષ્ણાઓ છોડો : –
ઈચ્છા ઓ પૂરી થાય છતાં સંતોષ થતો નથી, એટલું જ નહી, તે પહેલાં કરતાં વધારે તીવ્ર બને છે કે મનુષ્ય અપૂર્ણ છે, પરંતુ જો પોતાની વાસનાઓ છોડી દે તો આ જીવનમાં જ પૂર્ણ બની શકે છે. તૃષ્ણા એક બંધન છે. તે આત્મા ને જન્મ તથા મૃત્યુની જાળમાં જકડી રાખે છે. જેને સતત સાંસારિક વસ્તુઓની તૃષ્ણા સતાવતી રહે છે તે ભવબંધનો માંથી કઈ રીતે મુક્ત થઈ શકે? પ્રચંડનું ચક્ર ત્યાં સુધી ચાલતું રહે છે કે જયાં સુધી વિભિન્ન પ્રકારની ઈચ્છા ઓ મનુષ્યો બાંધી રાખે છે ? જેમને મોક્ષ મેળવવાની ઈચ્છા હોય, જેમણે પૂર્ણ સત્ય ની શોધ કરવી હોય એમણે પોતાની ઈચ્છાઓને કાબૂ માં રાખવી જોઈએ.
આ સંસારમાં સંતોષ એ જ સર્વશ્રેષ્ઠ ધન છે. સ્વર્ગમાં પણ એના જેવી બીજી કોઈ સંપત્તિ નથી. કોઈ માણસ બહારથી ભલે ગમે તેટલો સ્વાધીન દેખાતો હોય, પરંતુ વાસ્તવમાં તે બિચારો કેદી જેવો જ હોય છે. એનું કારણ એ જ છે કે તેના મનમાં તૃષ્ણાઓનો વાસ હોય છે. તે ગમે તેટલો ધનવાન હોય છતાં તે ભિખારી જેવો જ છે. જો આપણે સંસારમાં કોઈ શ્રેષ્ઠ કર્મ કરવા ઇચ્છતા હોઇએ તો વાસના તથા તૃષ્ણાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. કર્મ કરી, પોતાના કર્તવ્ય માં ભૂલ ના કરશો, પરંતુ ફળ મેળવવા માટે તરસ્યા ના બનો. જે કરે છે એને મળે જ છે, પરંતુ જે મેળવવા માટે વ્યાકુળ બને છે એની પર આપત્તિઓ આવી શકે છે.
અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૪ર, પેજ-ર૧
પ્રતિભાવો