વાદળોની જેમ વરસતા રહો :-
April 25, 2009 Leave a comment
વાદળોની જેમ વરસ તા રહો :-
જે પોતે ખાઈ શકતો નથી અને બીજાઓને આપી શકતો નથી તે ભલે કરોડપતિ હોય, છતાં કોઈ મામૂલી ગરીબ માણસ કરતાં તે કાંઈ વિશેષ નથી. યોગ્ય તથા અયોગ્ય માર્ગે કંજુસાઈ કરીને તેણે જે ધન ભેગું કર્યું હોય છે તે તેને કામ લાગતું નથી. બીજા ઓ જ એનો ઉપયોગ કરે છે. જે શુભ કાર્યોમાં પોતાનું ધન વાપરે છે તે મનુષ્ય બુદ્ધિમાન છે. તે વરસતાં વાદળો જેવો છે. પોતાની પાસે જે હોય છે તે વરસાવી દે છે, ખાલી થઈ જાય છે અને પાછો ભરાઈ જાય છે.
મિલનસાર અને ભલમનસાઈ યુક્ત વ્યવહાર તથા બીજાના હિતનો ખ્યાલ રાખવો તે એવા ગુણ છે, એનાથી દુનિયા પોતાની બની શકે છે. સંસાર એમને ભૂલી શકતો નથી કે જેઓ પોતાનાથી નાના તથા મોટા ઓ સાથે શિષ્ટતા થી વર્તે છે.
કડવું બોલનાર અને નિષ્ઠુર સ્વભાવ વાળા મનુષ્યનું જીવન નીરસ બની જાય છે, પછી ભલે તે માણસ ગમે તેટલો તેજસ્વી હોય. જે માણસને આટલા વિશાળ વિશ્વમાં હસવા કે સ્મિત કરવા યોગ્ય કશું દેખાતું જ ન હોય અને આખો દિવસ કુંઢાયા કરતો હોય તો તેને રોગી માનવો જોઈએ. ખરાબ સ્વભાવ વાળા મનુષ્ય પાસે ભલે ગમે તેટલી વિદ્યા કે સંપત્તિ હોય, છતાં પણ તે ગંદા વાસણમાં રાખેલા દૂધ જેવો નકામો બની જાય છે.
અખંડજયોતિ, ફેબ્રુઆરી-૧૯૪૩, પેજ-૧૭
પ્રતિભાવો