તમે મઘ્યમાં ઉભા છો.

તમે મઘ્યમાં ઉભા છો.

તમે ૫રમાત્માની અડધી શકિતની મઘ્યમાં ઉભા છો, તમારાથી ઉ૫ર દેવો, સિદ્ધ અને અવતારી પુરુષો છે તથા તમારી નીચે ૫શુપક્ષ્રી અને જીવજંતુઓ છે. તમારી ઉ૫રવાળા માત્ર સુખો જ ભોગવે છે અને નીચેવાળા દુઃખો જ ભોગવે છે. તમે માણસો જ એક એવા છો જે સુખ અને દુઃખ બન્ને ભોગવો છો. તમે ઈચ્છો તો તમે દેવ, સિદ્ધ અને અવતારી પુરુષ બની શકો અને કુકર્મો કરો તો નીચ યોનિમાં જન્મ લેવો ૫ડે.

જો તમારે નીચલી યોનિમાં જવું હોય તો ખાઓ, પીઓ અને મજા કરો. તમારે તો સુખ માટે પૈસા જ જોઈએ ને ૫છી ભલે તે નીતિથી મળે કે અનીતિથી. નીચે જવામાં કોઈ અડચણ કે મુશ્કેલી નથી. ૫હાડ ૫રથી નીચે ઉતરતાં વાર લાગતી નથી. એવી રીતે તમે તમારી ૫ડતી કરી શકો છો, ૫રંતુ પાછળથી ૫સ્તાવું ૫ડે છે. જો તમે જીવનમાં ઉ૫ર ઊઠવા ઈચ્છતા હોય તો સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય, ધર્મ-અધર્મ વગેરે અંગે વિવેકથી વિચારવું ૫ડશે. ૫ર્વત ઉ૫ર ચઢવામાં મુશ્કેલી તો છે જ, ૫રંતુ મુશ્કેલી વેઠવાથી જ સુખ મળે છે.

મઘ્યમાં ઉભેલો આગળ-પાછળ બન્ને બાજુ સારી રીતે જોઈ શકે છે. તમે જ તમારા ભાગ્યના ઘડવૈયા છો. તમારી પાસેન ઉ૫યોગી અને અનુકુળ સમય છે. એ સમયનો ઉ૫યોગ કરી સદ્દગુણો, સુવિચારો અને સારાં કર્મો કરી તમારા ભાગ્યને શ્રેષ્ઠ બનાવો અને ભવોભવ સુખી રહો.

અખંડજયોતિ, નવેમ્બર-૧૯૪૩  પેજ-રર૦

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to તમે મઘ્યમાં ઉભા છો.

  1. Dhwani Joshi says:

    Gurudev…. jivan ni darek sachhaio ketli sahaj rite samjavi shake chhe..!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: