પ્રતિસ્પર્ધાની ભાવનાથી હાનિ
May 3, 2009 Leave a comment
પ્રતિસ્પર્ધાની ભાવનાથી હાનિ
પોતાની જાતને એટલા માટે ના ધિક્કારો કે તમે તમારી જાતને હીન માનો છો. સમજણપૂર્વક જો તમે તમારી તુલના બીજાઓ સાથે કરો અને સાચી રીતે ૫રખ કરશો તો તમને ર્સૌદર્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રતિષ્ઠા, સ્થિતિ વગેરે નીચાં હોવાના કારણે ગ્લાનિ નહીં થાય . વાસ્તમાં તમે એ ભૂલ કરો છો કે પોતાના વ્યકિતત્વની દુર્બળતાઓની સરખામણી બીજાઓના સારા ગુણો સાથે કરો છો. જો તમારામાં કોઈ કમજોરી હોયતો એ ૫ણ યાદ રાખો કે જેમને તમે શ્રેષ્ઠ માનો છો એ લોકોમાં ૫ણ દુર્બળતાઓ હોય છે. એમના સારા ગુણો જુઓ છો એ જ રીત તમારા વ્યકિતત્વની ૫રખ કરીને તમારી વિશિષ્ટતાઓ શોધી કાઢો. તમને અવશ્ય કોઈક સદ્દગુણ તો મળી આવશે, જે તમને આગળ વધવામાં અને સદ્દગુણોનો વિકાસ કરવામાં સહાયરૂ૫ થશે.
આત્મવિશ્વાસ એક સ્વસ્થ માનસિક ટેવ છે તો બીજી બાજુ આત્મહીનતા અર્થાત પોતાના વિષે ખરાબ વિચારવું અને પોતાને બીજાઓની નીચા માનવા તે લુઘતાગ્રંથી છે, એક અસ્વસ્થ માનસિક ટેવ છે. આ લઘુતાગ્રંથીના ગુલામ બનવું તે દુઃખી જીવન જીવવાની તૈયારી કરવા બરાબર છે. ખોટી બાબતોની તુલનાથી મનુષ્યના જીવનમાં ભારે અસંતોષ છવાઈ જાય છે. માટે તમે તમારી સારી બાબતોની તુલના બીજાઓની સારી બાબતો સાથે કરો, નહી તો સરખામણી જ ના કરશો.
અખંડજયોતિ, જુન-૧૯૫૫, પેજ-૪
પ્રતિભાવો