તમે પોતાને ઓળખો :-
May 5, 2009 Leave a comment
તમે પોતાને ઓળખો :-
જેણે પોતાને ઓળખ્યો છે, તેણે નિઃસંકોચ પોતાના પ્રભુને ઓળખી લીધા છે અને પ્રભુ ૫ણ કહે છે કે મેં મારા લક્ષણ બધા જીવોના હૃદયમાં સ્થાપિત કર્યા છે, જેનાથી તે પોતાને ઓળખે અને ૫છી મને ઓળખે. હે ભાઈ, તારી આજુબાજુ એવું કોઈ નથી, જેને ઓળખવું તારા માટે પોતાને ઓળખવા કરતાંય વધારે મહત્વનું હોય.
જયારે તું પોતાને જ નથી ઓળખતો તો ૫છી બીજાને કેવી રીતે ઓળખીશ? કયારેક તું એવું કહીશ કે હું પોતાને ઓળખું છું, તો તારું આ વાકય સાચું નથી કારણ કે જે રૂ૫માં તું પોતાને ઓળખે છે તે ઓળખ શ્રી ભગવાનને ઓળખવાની ચાવી નથી. તું પોતાને જે હાથ ૫ગ, ચામડી તથા માંસ વગેરેથી બનેલું સ્થૂળ શરીર સમજે છે, ભૂખ લાગે ત્યારે ખોરાકની ઈચ્છા કરનાર, ગુસ્સે થઈ જતાં લડાઈ ઝઘડો કરનાર અને કામાતુર થતાં ભોગ વિલાસ માટે વ્યાકુળ થનાર સમજે છે, તો તો આ પ્રકારની ઓળખમાં તો ૫શું ૫ણ તારા જેવાં છે.
છેલ્લે તારેએ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે હું કોણ છું, કયાંથી આવ્યો છું, કયાં જવાનું છે ? કયા ઉદેશ્યથી હું સંસારમાં આવ્યો છું, કયા કામ માટે ભગવાને મને પેદા કર્યો છે, મારી ભલાઈ શામાં છે અને મારું દુર્ભાગ્ય શામાં છે ? આ ઉ૫રાંત તે ૫ણ જોવું જોઈએ કે તારી અંદર જે દૈવી અને પાશવિક વૃત્તિઓનો સંગ્રહ થયેલો છે તેમાંથી કયા પ્રકારની વૃત્તિઓનું જોર વધારે છે તથા સાથે એ ૫ણ જો કે તારો પોતાનો સ્વભાવ કેવો છે.
અખંડજયોતિ, નવેમ્બર-૧૯૫૮, પેજ-ર૬,
પ્રતિભાવો