આ૫ણે પોતે જ આ૫ણા સ્વામી બનીએ
May 8, 2009 1 Comment
આ૫ણે પોતે જ આ૫ણા સ્વામી બનીએ
તમે બીજાઓના અનર્થકારી સંદેશાઓને નકામા ગ્રહણ કરો છો. બીજાઓ જે કહે છે તેને તમે સાચું માની બેસો છો. તમે પોતે જ પોતાને દુઃખી કરો છો અને કહો છો કે બીજા કલોકો મને શાંતિ મળવા દેતા નથી. તમે પોતે જ તમારા દુઃખનું કારણ છો અને તમે જ તમારા શત્રુ છો. બીજા જે કહે છે તેને તમે માની લો છો અને એ જ કારણે તમે ઉદ્ધિગ્ન રહો છો.
સાચો મનુષ્ય ઉત્તમ સંકલ્પ કરતી વખતે એ નથી જો તો કે લોકો શું કહે છે. તે પોતાના વિચારોમાં અડગ હોય છે. સોક્રેટિસને ઝેરનો પ્યાલો આ૫વામાં આવ્યો, ૫ણ એમના વિચારોને કોઈ બદલી ના શકયું. બંદા વૈરાગીને ઘેટાનું ચામડું ૫હેરાવીને તથા મોં કાળું કરીને ગલીએ ગલીએ ફેરવ્યા, છતાં એમણે શત્રુઓની વાત ના માની.
બીજાઓના ઈશારે નાચવું, બીજાઓની મદદ ૫ર આધારિત રહવું, બીજાઓની ટીકાથી ઉદ્ધિગ્ન થવું તે માનસિક દુર્બળતા છે. જયાં સુધી મનુષ્ય પોતે જ પોતાનો સ્વામી બનતો નથી ત્યાં સુધી એનો પૂરતો વિકાસ થતો નથી. બીજાઓનું અનુકરણ કરવાથી મનુષ્ય પોતાની મૌલિકતા ખોઈ બેસે છે.
પોતે જ વિચાર કરતાં શીખો. બીજાઓના પ્રભાવમાં ના તણાશો. કર્તવ્યના કમાર્ગે આગળ વધતાં બીજાઓ શું કહેશે એની ચિંતાના કરો. જો તમારામાં એટલું ૫ણ સાહસ નહીં હોય, તો આખી જિંદગી ગુલામીના બંધનોમાં જકડાયેલા રહેશે.
અખંડજયોતિ, મે-૧૯૪૫, પેજ-૧ર૦
sachi vat.
Sapana
LikeLike