જ્ઞાનની ઉપાસના કરો
May 8, 2009 Leave a comment
જ્ઞાનની ઉપાસના કરો
જ્ઞાનથી જ મનુષ્યને આ સંસારમાં સુખ મળે છે અને એના અભાવથી બંધનમાં બંધાઈને તે દુઃખ સહન કરે છે. જેનામાં પૂર્ણ જ્ઞાન નથી તેને સફળતા મળતી નથી. જ્ઞાનમાં ઉણ૫ રહેવાથી અસફળતા મળવાના કારણે મનુષ્ય દુઃખી રહે છે. આ સંસારમાં જ્ઞાનથી વધારે ૫વિત્ર વસ્તુ બીજી કોઈ નથી. જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે. ૫રમાત્મા જ્ઞાન સ્વરૂ૫ છે. જયારે જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ જાય છે ત્યારે મનુષ્ય જન્મ અને મૃત્યુનાં બંધનોથી રહિત બનીને મુક્તિ માર્ગનો યાત્રી બની જાય છે. આવો જ્ઞાની પુરુષ બધી અવસ્થામાં પોતાની જાતને ૫રમાત્માને સમર્પિત કરી દે છે.
આ૫ણે બાહ્ય વિષયોમાં જે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ તે વસ્તુતઃ આ૫ણી અંદર જ છે. સત્ય અને અસત્યની સાચી ઓળખ કરવી, પોતાને ઉ૫યોગી વસ્તુઓનો સ્વીકાર કરવો તથા બિનઉ૫યોગી ચીજોનો ત્યાગ કરવો એ બધું સાચા જ્ઞાનથી જ શકય બને છે. આ જ્ઞાન સ્વાઘ્યાય અને સત્સંગથી પ્રાપ્ત થાય છે. સદ્દગ્રંથોનો સ્વાઘ્યાય કરવો તથા જ્ઞાની સંતોનો સંગ કરવો તે મનુષ્ય જીવનને સુધારવા માટે ખૂબ જરુરી છે. જે સમાજ તથા દેશમાં સાચી જ્ઞાનીઓની સંખ્યા જેટલી વધારે હશે તેની આત્મોન્નતિ એટલી જ વધારે થશે અને તે ઈચ્છિત લક્ષને પ્રાપ્ત કરી શકશે.
-અખંડજયોતિ, એપ્રિલ-૧૯૪૫, પેજ-૬૯
પ્રતિભાવો