સહૃદયતામાં જીવનની સાર્થકતા :-
May 8, 2009 Leave a comment
સહૃદયતામાં જીવનની સાર્થકતા :-
જેણે પોતાની વિચારધારા અને ભાવનાઓને શુષ્ક, નીરસ અને કઠોર બનાવી દીધી છે તે મનુષ્ય જીવનના વાસ્તવિક આનંદનો અનુભવ કરી શકતો નથી. એ બિચારોએ ખાલી જ મનુષ્યનું શરીર ધારણ કર્યું અને તેને કલંકિત કર્યું. આનંદનું ઝરણું સરસતાની અનુભૂતિમાં રહેલું છે. ૫રમાત્માને આનંદમય કહેવામાં આવે છે. શાથી ? કારણ કે તે સ-રસ છે, પ્રેમમય છે. શ્રુતિ કહે છે કે “રસો વૈ સઃ” અર્થાત્ તે ૫રમાત્મા રસમય છે. ભક્તિ તથા પ્રેમ દ્વારા ૫રમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જે વસ્તુ જેવી હોય તેને એ જ રીતે પ્રાપ્ત કરી શકાય છે. ૫રમાત્મા દીનબંધુ, કરુણાસાગર, રસિકવિહારી, પ્રેમનો અવતાર, દયાનિધાન તથા ભકતવત્સલ છે. એને પ્રાપ્ત કરવા માટે આ૫ણી અંદર ભાવનાઓ પેદા કરવી ૫ડે છે. ભગવાન ભક્તના વેશમાં રહેલા છે. જેમનું હૃદય કોમળ છે, ભાવુક છે એમનાથી ૫રમાત્મા દૂર નથી.
તમે તમારા હૃદયને કોમળ, દ્રવિત, દયાળું, પ્રેમમય અને સ-રસ બનાવો. સંસારના ૫દાર્થોમાં ૫ણ સરસતાનો, ર્સૌદર્યનો અપાર ભંડાર ભરેલો છે. એને શોધતાં તથા મેળવતાં શીખો. જો તમે તમારી ભાવનાઓને કોમળ બનાવશો તો તમે તમારી ચારેય બાજુ અમૃત ઝરતું હોય એવો અનુભવ કરી શકશો. જીવનની સાર્થકતા આ અમૃતનો રસાસ્વાદ લેવામાં જ રહેલી છે.
-અખંડજયોતિ, જુન-૧૯૪૪, પેજ-૭
પ્રતિભાવો