દુઃખ કાલ્પનિક હોય છે.
May 10, 2009 Leave a comment
દુઃખ કાલ્પનિક હોય છે.
વૈરાગ્યનો અર્થ છે રાગોને છોડી દેવા. રાગ મનોવિકારોને દુર્ભાવનાઓને અને કુસંસ્કારોને કહે છે. બિનજરૂરી મોહ, મમતા, ઈર્ષ્યા દ્રેષ, ગુસ્સો, શોક, ચિંતા, તૃષ્ણા, ભય, કુંઢાવું, બળાપો વગેરેને કારણે મનુષ્યના જીવનમાં ઘણી અશાંતિ અને ઉદ્રેગ રહે છે.
તત્વચિંતક સોક્રેટિસનું કથન છે કે સંસારમાં જેટલાં દુઃખો છે, એમાંનાં મોટા ભાગનાં કાલ્પનિક છે. માણસ પોતાની કલ્પાના શક્તિની મદદથી એને પોતાના માટે ઘડીને તૈયાર કરે છે અને એનાથી ડરીને પોતે દુઃખી થાય છે. જો એ ઈચ્છે તો આ કલ્પના શક્તિથી એમને દૂર કરીને, પોતાના દ્રષ્ટિકોણને શુદ્ધ કરીને એ કાલ્પનિક દુઃખોની જંજાળમાંથી છુટકારો મેળવી શકે છે. આઘ્યાત્મિક શાસ્ત્રમાં આ વાતોને સૂત્રોના રૂ૫માં કહી છે – વૈરાગ્યથી બધાં દુઃખોમાંથી મુકિત મળે છે.
આ૫ણે જેટલું સુખ ઈચ્છીએ છીએ એટલું ભોગવી શકતા નથી. ધનની, સંતાનની, લાંબા આયુષ્યની, પોતાની ઈચ્છા પ્રમાણેના સંજોગો મળે વગેરે જેવી તૃષ્ણાઓ કોઈ ૫ણ રીતે પૂરી કરી શકતા નથી. એક ઈચ્છા પૂરી થતાં બીજી દસ ઈચ્છાઓ જાગે છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી. આ બધી અતૃપ્તિથી બચવાનો સીધો સાદો રસ્તો એ છે કે પોતાની ઈચ્છાઓ ૫ર કાબુ રાખવાનો છે. આ સંયમ દ્વારા, વૈરાગ્ય ઘ્વારા જ દુઃખોથી છુટકારો મેળવી શકીશું. દુઃખોથી છુટકારો મેળવવાનો એકમાત્ર ઉપાય વૈરાગ્ય છે, સંસારમાં રહી, મોહથી ૫ર રહી કર્મ કરીએ એને વૈરાગ્ય કહેવાય.
-અખંડજયોતિ, નવેમ્બર-૧૯૪૬, પેજ-૧૫,
પ્રતિભાવો