કર્મની સ્વતંત્રતા :-
May 10, 2009 Leave a comment
કર્મની સ્વતંત્રતા :-
બધી જ યોનિયોમાં માત્ર મનુષ્ય યોનિ જ એવી છે, જેમાં મનુષ્ય કર્મ કરવા માટે સ્વતંત્ર છે. ઈશ્વર તરફથી મન, બુદ્ધિ, મગજ અને વિવેક એટલા માટે મળ્યાં છે કે એ દરેક કામ માનવતાની દ્રષ્ટિએ તપાસે, બુદ્ધિથી વિચારે, મનથી મનન કરે અને ઈન્દ્રિયો દ્વારા સંપૂર્ણ કરે. મનુષ્યનો આ જન્મસિદ્ધ અધિકાર છે. જો એ પોતાના આ અધિકારનો સદ્દ૫યોગ ના કરે તો એ પોતે ઘણું ખોવે છે અને ઈશ્વરની આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ પા૫નો ભાગીદાર બને છે.
કર્મ કરવું એ મનુષ્યનો અધિકાર છે, ૫રંતુ કર્મને છોડી દેવા માટે એ સ્વતંત્ર નથી. કોઈ ૫ણ પ્રાણી કર્મ કર્યા વગર રહી શકતું નથી. એવું બને છેકે જે કર્મ એણેના કરવું જોઈએ એ કાર્ય કરવા લાગે છે. આવી સ્થિતિમાં એને એના કુસંસ્કારો બળજબરીથી પોતાના તરફ ખેંચે છે અને એ લાચાર બનીને એ કર્મ કરે છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે જો તું અજ્ઞાન અને મોહમાં ૫ડી તારો કર્મ કરવાનો અધિકાર ચૂકી જઈશ, તો યાદ રાખજે કે સ્વભાવ અને કુસંસ્કારોને આધીન થઈ તારે કર્મ કરવું ૫ડશે. ઈશ્વર બધાં પ્રાણીઓના હૃદયમા વસેલો છે અને જે મનુષ્ય પોતાના સ્વભાવ તથા અધિકારથી વિરુઘ્ધ કર્મ કરે છે એને આ માયારૂપી દંડો મારીને એવો ફેરવે છે કે જેવી રીતે કુંભાર પોતાના ચાકડા ઉ૫ર માટીના વાસણને ફેરવે છે. ભગવાને મનુષ્યને વિવકબુઘ્ધિ આપેલી છે. એનો ઉ૫યોગ કરીને દરેક સત્કર્મ કરવાં જોઈએ. આ જન્મમાં સારાં કર્મ કર્યા હશે તો આગલો જન્મ સુધી તથા આનંદમય મળશે. આ જન્મમાં ભકિત, સેવા, દયા જેવા ગુણો ગ્રહણ કરશે તે સુખી થશે.
-અખંડજયોતિ, ઓકટોબર-૧૯૪૬, પેજ-૧૭
પ્રતિભાવો