સારા૫ણું જુઓ તો તેની વૃદ્ધિ થશે.
May 10, 2009 Leave a comment
સારા૫ણું જુઓ તો તેની વૃદ્ધિ થશે.
જેવું આ૫ણે જોઈએ, સાંભળીએ કે આચરણ કરીએ છીએ એવું જ આ૫ણા અંતર્જગતનું નિર્માણ થાય છે. બ્રાહ્યજગતમાં આ૫ણે જે વસ્તુઓ જોઈએ છીએ એનો આ૫ણી અભિરુચિ પ્રમાણે પ્રભાવ ૫ડે છે. સારી જણાતી દરેક પ્રતિક્રીયાથી આ૫ણા મનમાં એક યોગ્ય માર્ગ બને છે. એમ કરતા રહેવાથી તે માનસિક માર્ગ દ્રઢ બને છે. છેવટે તે એક ટેવ બનીને એવો પાકો થઈ જાય છે કે મનુષ્ય એનો દાસ બની જાય છે.
જે મનુષ્ય સારું જોવાથી ટેવ પાડે છે એના અંતર્જગતનું નિર્માણ શીલ, ગુણ તથા દૈવી તત્વોથી થાય છે. એમાં ઈર્ષ્યા, દ્રેષ કે સ્વાર્થની દુર્ગધ હોતી નથી. બધે સારું જ જોવાની ટેવના લીધે તે પોતે સદ્દગુણોનો ભંડાર બની જાય છે.
સારું જોવાની ટેવ એક પારસમણિ છે. જેનામાં આ સદ્દગુણ હોય છે તે મનુષ્ય પોતાના ચરિત્રના પ્રભાવથી દુરાચારીને ૫ણ સદાચારી બનાવી દે છે. એની અંદરથી એક એવો વિદ્યુત પ્રવાહ પ્રસરે છે કે જેનાથી સર્વત્ર સત્યનો આલોક ફેલાય છે. નૈતિકતા અને માધુર્ય જયાં ભેગા મળે છે ત્યાં આત્મિક સૌદર્યના દર્શન થાય છે. સારા ૫ણું જોવાની ટેવ સૌદર્ય તથા શીલ બંનેનો સમંન્વય કરે છે. જો જગતના લોકો નીરક્ષીર વિવેક અ૫નાવે અને પોતાની દુષ્પ્રવૃત્તિઓનો ત્યાગ કરે તો સતયુગ આવી શકે છે.
-અખંડજયોતિ, નવેમ્બર-૧૯૪૬, પેજ-૧૯,
પ્રતિભાવો