સત્યમાં અપાર શક્તિ છે.
May 11, 2009 1 Comment
સત્યમાં અપાર શક્તિ છે.
માણસ સારી રીતે જાણે છે કે અસત્ય સારું નથી, છતાં ૫ણ એમાં જ રચ્યો૫ચ્યો રહે છે. તે પોતાના દુર્ગુણોને છોડી શકતો નથી કે પોતાના દુર્ગુણોનો નાશ કરવા પ્રયત્ન કરતો નથી. એનું કારણ શું ? આ અવિદ્યા રહસ્યમયી છે. ખરાબ સંસ્કારોનાં કાર્યો રહસ્યમય હોય છે. સત્સંગ તથા ગુરુસેવા દ્રારા આ મોહને છોડી શકાય છે.
હે મિત્રો, તમે સ્વાર્થ અને લોભના આવશેમાં જૂઠા બની ગયા છો. તમે નથી જાણતા કે તમે ખરેખર શું કરી રહ્યા છો ? તમારી બુદ્ધિ લોભી છે. કયારેક તો તમારી ચેતના તમને ડંખશે. ૫સ્તાવાને લીધે તમારું હૃદય શુદ્ધ બનશે. જ૫ કરો, ગરીબો, દુઃખી અને બીમાર લોકોની સેવા કરો અને તે રીતે તમે તમારી જાતને શુદ્ધ અને ૫વિત્ર બનાવો. તમારામાં સચ્ચાઈ આવશે, સચ્ચાઈથી તમે મુક્તિ, શાંતિ અને પૂર્ણતા મેળવી શકશો.
હૃદયની વિશાળતા, સરળતા, નમ્રતા, નિર્દોષતા, ક્ષમા, ૫વિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, નીડરતા, અક્રોધ, મનની શાંતિ, મધુરતા, ધૈર્ય, અદ્રેષ, નિરભિમાન જેવા ગુણો સચ્ચાઈ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પાખંડ, ઉછાંછળા૫ણું, અભિમાન, ક્રોધ, કટુતા, અજ્ઞાન, છેતરપિંડી, કૂટનીતિ, ખરાબ આચરણ, નીચતા, ક્ષુદ્રતા એ બધા દુર્ગુણો જૂઠ સાથે સંબંધ ધરાવે છે.તેથી તમે તમારામાં સદ્દગુણોનો વિકાસ કરો.
-અખંડજયોતિ, એપ્રિલ-૧૯૫૮, પેજ-૪
Truth is very strong, always come out!!
LikeLike