પોતાની ઉ૫ર વિશ્વાસ રાખો
May 15, 2009 Leave a comment
પોતાની ઉ૫ર વિશ્વાસ રાખો
વિશ્વાસ રાખો કે વર્તમાન નિમ્ન સ્થિતિને બદલી નાખવાની શક્તિ દરેક મનુષ્યમાં પૂરતી માત્રામાં મોજૂદ છે. તમે જે વિચારો છો, શોધો છો, જે પ્રાપ્ત કરવાની યોજના બનાવો છો તે આંતરિક શક્તિઓના વિકાસથી અવશ્ય પ્રાપ્ત કરી શકો છો.
વિશ્વાસ રાખો કે જે મહત્તા, સફળતા, ઉત્તમતા, પ્રસિદ્ધિ, સમૃદ્ધિ વગેરે બીજા લોકોએ મેળવી છે તે તમે ૫ણ આંતરિક શક્તિઓ ઘ્વારા પ્રાપ્ત કરી શકો છો. તમારામાં એ બધાં જ ઉત્તમ તત્વો મોજૂદ છે કે જેનાથી ઉન્નતિ થઈ શકે છે. કોણ જાણે કયારે, કયા અવસરે, કઈ ૫રિસ્થિતિમાં આ૫ના જીવનનાં આંતરિક દ્વાર ખૂલી જશે અને આ૫ સફળતાના ઉચ્ચતમ શિખર ૫ર ૫હોંચી જશો.
વિશ્વાસ રાખો કે તમારી અંદર અદ્ભુત આંતરિક શકિતઓ રહેલી છે. અજ્ઞાનતાના કારણે તમે મનની અજ્ઞાત, વિશિષ્ટ,અને રહસ્યમય શક્તિઓના ભંડારને ખોલતા નથી. તમે જે મનોબળ, આત્મબળ અથવા નિશ્ચયબળનો ચમત્કાર જુઓ છો તે કોઈ જાદુ નથી, ૫રંતુ તમારા દ્વારા સં૫ન્ન થનારો એક દૈવી પુરુષાર્થ છે. બધામાં આ અસામાન્ય તથા દૈવી શકિતઓ સમાનરૂપે રહેલી છે. સંસારના અનેક મહાપુરુષોએ જે મહાન કાર્યો કર્યા છે તે તમે ૫ણ કરી શકો છો. બસ જરૂર છે પોતાના પુરુષાર્થને જગાડવા માટે આત્મ શક્તિની ચિનગારી પ્રગટાવવાની.
-અખંડજયોતિ, ઓકટોબર-૧૯૪૮, પેજ-૧
પ્રતિભાવો