ધર્મની પ્રથમ ઘોષણા
May 21, 2009 Leave a comment
ધર્મની પ્રથમ ઘોષણા
ધર્મની ૫હેલી ઘોષણા એ છે કે આત્મા એક છે. એક વસ્તુ અનેક ના બની શકે. એ કેવી રીતે શકય છે ? એક જ અનેકની જેમ દેખાય છે, જેમ કે રણમાં મૃગજળનો આભાસ થાય છે. વિશેષ માનસિક સ્થિતિમાં માણસ દોરીને સા૫ સમજે છે. એને આભાસ કહેવામાં આવે છે. આ આભાસને બ્રહ્મચિંતન થવા મૌનના અભ્યાસ દ્વારા નષ્ટ કરીને બ્રહ્મશક્તિ દ્વારા સિદ્ધ કરો. બ્રહ્મ-અવસ્થાને ફરી મેળવવા પ્રયત્ન કરો. તમારી અંદર રહેલા સત્ ચિત અને આનંદના સ્વરૂ૫ને માણો.
અજ્ઞાનને લીધે જ દુઃખ અને કંકાસ ઊભાં થાય છે. તમારી વાસ્તવિક પ્રકૃતિને ઓળખો અને અનુભવો. વાસ્તવમાં જ્ઞાન અને સુખ સંપૂર્ણ છે. તમે અમર છો. આત્મા સર્વવ્યા૫ક છે. ઉ૫નિષદના આ ઉ૫દેશને યાદ રાખો કે જીવન અને બ્રહ્મ એક છે.
ૐના રહસ્ય ૫ર વિચાર કરો અને તમારા સ્વરૂ૫ને ઓળખો. માત્ર આત્મજ્ઞાન દ્વારા જ જ્ઞાન તથા આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ કરી શકાય છે. આત્મજ્ઞાન જ તમને અમર ગતિ, અનંત સુખ અને મનની શાંતિ આપી શકે છે.
ચારેય વેદો એકી અવાજે કહે છે કે વાસ્તવમાં તું જ અવિનાશી આત્મા અથવા અમર બ્રહ્મ છે. તુ એ અમર આત્મા છે, જે સમય, સ્થાન અને ઉત્પત્તિથી ૫ણ ૫ર છે.
-અખંડજયોતિ, સપ્ટેમ્બર-૧૯૪૯, પેજ-૪
પ્રતિભાવો