કૌટુંબિક કલહનું નિવારણ : ૧૭. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
May 22, 2009 Leave a comment
કૌટુંબિક કલહનું નિવારણ : ૧૭. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
મોટા ભાગના કુટુંબોમાં સાસુ વહુના ઝઘડા થતા રહે છે. એનાં અનેક કારણો છે. સાસુ વહુને પોતાના કાબૂમાં રાખીને રાજ કરવાનું ચાહે છે. પોતાની આજ્ઞા પ્રમાણે તેની પાસેથી કામ કરાવવા ઈચ્છે છે. કયારેક કયારેક તે પોતાના પુત્રને ચઢાવીને વહુને મેથીપાક અપાવે છે. મોટે ભાગે એવું જોવામાં આવ્યું છે કે જયાં કોઈ પુરુષ સ્ત્રીને કષ્ટ આપે છે તો તેની વચ્ચે અવશ્ય કોઈ સ્ત્રી-સાસુ, વહુ કે જેઠાણી હોય છે. સ્ત્રીઓમાં ઈર્ષ્યાભાવ આમેય વધારે જ હોય છે. વહુનું વ્યકિતત્વ મોટા ભાગે ખલાસ થઈ જાય છે તથા ગૌરવ નરક જેવી યાતના સહન કરવી ૫ડે છે. કયાંય ૫તિ વહુના ઈશારા ૫ર નાચે છે અને તેના ચઢાવવાથી ઘરડી મા ૫ર અત્યાચાર કરે છે. વૃદ્ધા પાસે અઘરાં કામો કરાવવામાં આવે છે. તે ચૂલામાં ઘુમાડામાં ૫રિવાર માટે ભોજન રાંધે છે ત્યારે વધુ સિનેમા જોવા કે ફરવા જતી રહે છે.
આ બન્ને સીમાઓ નિંદનીય છે. સાસુ વહુના સંબંધો ૫વિત્ર છે. સાસુ જાતે વહુને જોવા માટે અધીરી થઈ જાય છે. એના માટે એ દિવસ ખુબ ગૌરવનો હોય છે કે જયારે વહુરાણીનાં ૫ગલાંથી ઘર ૫વિત્ર થાય છે. એણે ઉદાર, સ્નેહાળ, મોટાઈથી ૫રિપૂર્ણ હોવું જોઈએ. વહુની સહાય કે માર્ગદર્શન માટે કાર્ય કરવું જોઈએ. નાની મોટી ભૂલોને સહૃદયતાથી માફ કરી દેવી જોઈએ. એ જ રીતે વહુએ સાસુમાં પોતાની માતાના દર્શન કરવાં જોઈએ અને પોતાની સગી મા જેટલો જ આદર આ૫વો જોઈએ. જો પુરુષ માતાને પૂજ્ય માને અને પત્નીને જીવન સહચરી, મધુરભાષા પ્રિયતમા માને તો એવા સંકુચિત ઝઘડાઓ ખૂબ ઓછા ઊભા થશે.
એવા ઝઘડાઓમાં પુત્રની ફરજ ખૂબ અઘરી છે. એણે માતાના આદર-સન્માનનું ઘ્યાન રાખવું જોઈએ અને ૫ત્નીના ગૌરવ તથા પ્રેમનું રક્ષણ ૫ણ કરવું જોઈએ. એટલે એણે પૂર્ણ શાંતિ અને સહૃદયતાથી કર્તવ્યભાવના નિભાવીને એવા ઝઘડાઓનું નિવારણ કરવું યોગ્ય છે. કોઈને ૫ણ ખોટી રીતે દબડાવીને માનભંગ ન કરવો જોઈએ. જો ૫તિ કઠોર, ઉગ્ર તથા લડાયક સ્વભાવનો હોય તો કૌટુંબિક શાંતિ અને સમૃદ્ધિ હણાઈ જશે. પ્રેમ અને સહાનુભૂતિથી બીજાના દ્રષ્ટિકોણને સમજીને બુદ્ધિમત્તાથી અગ્રેસર રહેવું જોઈએ.
પ્રતિભાવો