અનુકરણ કરવાલાયક જીવન જીવો.
May 31, 2009 1 Comment
અનુકરણ કરવાલાયક જીવન જીવો.
એવું જીવન શું કામનું, જેમાં ૫રમાર્થનાં કાર્યોને કોઈ સ્થાન જ ન હોય? એને મનુષ્ય જ કેવી રીતે કહેવાય, જે પોતાની પાછળ આદર્શ અને અનુકરણ કરવા લાયક ઉદાહરણ ન મૂકી જાય? માનવજીવનની જવાબદારી મહાન છે. ફકત જીવન જીવવા માટે પૈસા કમાવા એ તો નિર્જીવ જીવન છે. જેની અંદર કાંઈક ચેતના, જાગૃતિ અને પ્રકાશ હોય છે એમનો જીવનક્રમ શ્વાસ પૂરા કરવામાં પૂરો નથી થતો. એમનો અંતરાત્મા જાતે જ વિકાસ કરે છે અને બીજાઓને તે દિશામાં ગતિ આપીને પોતાના લક્ષ્યની પૂર્તિનો અનુભવ કરે છે.
વધારે ધનવાન બનવા તથા માન મેળવવા જેવું સ્થાન લેવા માટે કોણ પ્રયત્નો નથી કરતું? આવું કામ તો કીડી અને ઉધઈ ૫ણ કરે છે, ૫રંતુ ધન્ય જીવન તો એવા લોકોનું છે, જેમણે પોતાના અંતરાત્માના સદ્દગુણોનો વિકાસ કરવામાં સફળતા મેળવી છે. જેમણે પોતાના સમાજને, રાષ્ટ્રને, વિશ્વમાનવને વધારે ગૌરવ અપાવવાનો, વધારે સુખશાંતિમય બનાવવાનો પ્રયત્ન કર્યો હોય એ જ સાચું જીવનદર્શન છે. જે આ સત્યને સમજયો હોય અને વ્યાવહારિક જીવનમાં એને ઉતાર્યુ હોય એ જ સાચો બુદ્ધિશાળી છે.
આમ તો દરેક વ્યકિત પોતાને ચતુર અને બુદ્ધિશાળી માને છે, ૫રંતુ આ ક્ષણભંગુર શરીરના અંત ૫છી જે કાર્યો માટે આત્માને પશ્ચાત્તાપ નહીં, ૫રંતુ પ્રસન્નતાનો અનુભવ થાય એ જ સાચી બુદ્ધિમત્તા છે.
-અખંડજયોતિ, મે-૧૯૫૯, પેજ-૩૧-૩ર
ખૂબ જ સરસ
બસ આમ જ લખતા રહો…..
હું તમને મારા બ્લોગ પર આવવાનું નિમંત્રણ પાઠવું છુ
આપના પ્રતિભાવો મને ઘણો પ્રોત્સાહિત કરશે.
મારો નવતર પ્રયોગ “હાઇકુ ગઝલ” અવશ્ય વાંચજો
હું આપના પ્રતિભાવોની રાહ જોઇશ.
મારા બ્લોગની લીંક છે.
http://www.aagaman.wordpress.com
મયુર પ્રજાપતિ
LikeLike