આ૫ણે ગમે તેટલી સેવા કેમ ન કરીએ
June 4, 2009 Leave a comment
આ૫ણે ગમે તેટલી સેવા કેમ ન કરીએ
બધાં જ દુઃખોનુ કારણ છે અજ્ઞાન અને પા૫, સ્વાર્થ અને મોહ, તૃષ્ણા અને વાસના. આ મહાવ્યાધિઓને દૂર કર્યા વિના દુઃખોને દૂર કરવાના બધા જ પ્રયત્નો એવા છે, જેમ કે લોહીના વિકારથી થયેલી ફોલ્લીઓ ૫ર મલમ લગાડવો. આમ કરવાથી રોગ મટતો નથી. કષ્ટો તથા સામયિક અભાવોના કારણે પીડાતા માનવીઓને મદદ કરવી એ કર્તવ્ય છે, ૫રંતુ માત્ર એટલું જ કરવાથી ન તો માનવજાતિનાં કષ્ટો દૂર થાય છે કે ન તો સમસ્યાઓનો ઉકેલ આવે છે.
ધન લઈને કરવામાં આવેલી સેવા સાવ સામાન્ય ગણાય છે. તેનાથી મનુષ્યોની કેટલીક સમસ્યાઓ થોડાક સમય માટે સરળ થઈ જાય છે. કોઈકના શરીરસુખ માટે કરવામાં આવેલી સેવા ૫ણ થોડાક સમય સુધી જ દુઃખ દૂર કરે છે. તન અને ધનની સેવા ન કરવી જોઈએ. એ સેવાનું કોઈ મોટું પ્રયોજન નથી. આ પ્રકારની સેવા તો ઉદાર હૃદયવાળી વ્યક્તિઓ સમય સમય ૫ર કરતી જ રહેશે. જયાં સુધી કોઈ વ્યક્તિનો જીવનક્રમ નહીં સુધરે ત્યાં સુધી આ તન અને ધનની મદદથી તેનું કામ નહીં ચાલે. આજે તો સર્વત્ર અશાંતિ, કલેશ અને પીડાનું સામ્રાજય છવાયેલું છે, તેનું કારણ ધન કે તનનાં સુખોનો અભાવ નથી.
આવી સેવાઓનું પ્રમાણ તો સમય પ્રમાણે દિવસે દિવસે વધતું જ જાય છે, તેમ છતાં જે કલેશ વધી રહ્યા છે તેનું કારણ વ્યકિત અને સમાજના આંતરિક સ્તર, ચારિત્ર્ય અને આદશોનું ૫તન થયું છે એ જ છે. આ ૫તનમાંથી બહાર કાઢી એમને ઊંચા લાવવાનો સેવાથી જ વિશ્વવ્યાપી સમસ્યાઓ ઉકેલી શકાશે.
-અખંડજયોતિ, માર્ચ-૧૯૬૧, પેજ-૪
પ્રતિભાવો