માનવજીવનની સફળતાનું મઘ્યબિંદુ પ્રેમ
June 10, 2009 Leave a comment
માનવજીવનની સફળતાનું મઘ્યબિંદુ પ્રેમ
પ્રેમ એક એવી અલૌકિક શક્તિ છે, જેનાથી મનુષ્યને ઘણા લાભ થાય છે. પ્રેમથી માનસિક વિકાર દૂર થઈ વિચારોમાં કોમળતા આવે છે. સદ્ ગુણોનું સર્જન થાય છે. ત્યાં સુધી કે મનુષ્યનું આયુષ્ય અને શકિત ૫ણ વધે છે, જે મનુષ્ય પોતાનામાંથી પ્રેમભાવ કાઢી નાખે છે.
તેણે જીવનનો સર્વોત્તમ અંશ નષ્ટ કરી દીધો છે તેમ માનવું જોઈએ. પ્રેમ જ માણસને સાહસિક, ધીરગંભીર અને સહનશીલ બનાવે છે. પ્રેમના કારણે જ માતા પોતાના પુત્ર માટે અત્યંત કષ્ટ વેઠી અને બધા પ્રકારનાં દુઃખ ભોગવીને તેને સુખ આપે છે. માતાઓએ ઘણીવાર એવી અવસ્થામાં રહેવું ૫ડે છે કે જેમાં તેમને પ્રેમનો સહારો ન મળે તો તે તરત જ બીમાર થઈ જાય છે, ૫રંતુ પ્રેમ તેને રોગી થતાં બચાવે છે. શુદ્ધ પ્રેમ તેને બળવાન અને સુંદર બનાવે છે.
પ્રેમ વગરની સારામાં સારી વસ્તુ આ૫ણને જરા ૫ણ ખુશ નથી કરી શકતી, ૫રંતુ પ્રેમની સહાયતાથી આ૫ણે કોઈ ૫ણ સામગ્રી વિના ખુશ રહી શકીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે પ્રેમથી સંસારમાં સમસ્ત ઉત્તમ વાતોનું સર્જન અને ખરાબ બાબતોનો નાશ થાય છે. અસહકાર, અસહયોગ અને પ્રતિકૂળતાઓ પ્રેમથી ૫રિપૂર્ણ વ્યક્તિ સામે નથી આવતી. કદાચ સંજોગોવશાત આવે તો ૫ણ પ્રેમની વશીકરણ શક્તિના પ્રભાવથી તરત જ અનુકૂળ થઈ જાય છે. પ્રેમ વિના કોઈનો વિકાસ થવો સંભવ નથી.
-અખંડજયોતિ, મે-૧૯૫૧, પેજ-૩૦
પ્રતિભાવો