આત્મજ્ઞાન પ્રાપ્ત કરો
June 14, 2009 1 Comment
આત્મજ્ઞાન પ્રાપ્ત કરો
તમે અજ્ઞાનના આવરણને લીધે મોહમાયાથી વશીભૂત છો. આત્મજ્ઞાન દ્વારા મોહમાયાના આવરણને તોડી અમરગતિને પ્રાપ્ત કરો. તમે કયાં સુધી માયાનાં બંધનોમાં ફસાયેલા રહેશો ? બહુ થયું. હવે તમે આ બંધનોને તોડો. અવિદ્યા અને અજ્ઞાનની સાંકળને તોડી નાંખો.
શરીરની આ પાંચેય કર્મેન્દ્રિયો ૫ર વિજય મેળવી હાડમાંસના પિંજરામાં રહીને આત્માના વિકાસનો પ્રયત્ન કરો. બકરીના બચ્ચાની જેમ ર્મૈ ર્મૈ ના કરશો. એના બદલે ૐ ૐ નું સ્મરણ કરો. એને સ્વીકારો સિઘ્ધ કરો અને ૐને ઓળખો. તમારા આત્માને ઓળખો અને આ માયાનાં બંધનોથી મુક્ત થઈ જાઓ.
તું જ રાજાઓનો રાજા છે, તું જ શ્રેષ્ઠ છે. ઉ૫નિષદોના અંતિમ શબ્દો ઘ્યાનમાં લો, ‘તત્ ત્વં અસિ’ – ‘તું’ જ તે છે. મારો પ્રિય સત્યકામ છે. એને જાણ. ‘આત્મા’ ને ઓળખવાથી જ મહાન બની શકાય છે.
આત્માને ઢઢોળો. તમે તમારી જાતને બધા જ વિકારોથી મુક્ત કરી લો. વિકાર શૂન્ય બની જાઓ. સત્ય અને અસત્યને ઓળખો. અનંત અને અદ્રશ્યના ભેદને જાણો.
આ ભટકતા મનને ૫રમાત્મામાં કેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરો. તમારી જાતને સર્વવ્યાપી ૫રમાત્મા સાથે જોડો. આત્મજ્ઞાન મેળવો અને એ સર્વશ્રેષ્ઠ આનંદ પ્રાપ્ત કરતાં કરતાં આત્માનો વિકાસ કરો.
અખંડજયોતિ, સપ્ટેમ્બર-૧૯૪૯, પેજ-૪
This is the only truth in world ‘brahmand’
SAT CHIT ANAND only possible when you digest these fact given by Writer(Gayatri Gyan mandir).
FACT FACT And only this is the fact nothing like this.
LikeLike