ભલાઈની શક્તિ મરી શકે નહીં

ભલાઈની શક્તિ મરી શકે નહીં

એમ ન  વિચારી લેવું જોઈએ કે વ્યક્તિમાં સચ્ચાઈ, પ્રમાણિકતા, મહાનતા, ઉદારતા, દયા, સેવા અને સદાચાર જેવી સદ્‍પ્રવૃત્તિઓ તથા ધૈર્ય, સાહસ, પુરુષાર્થ, શૌર્ય જેવા સદ્ ગુણોની કમી છે. મનુષ્યના આત્મામાં જે શ્રેષ્ઠતા છે તે કદી મરી શકતી નથી, જે પ્રકાશ છે તે કદી બુઝાઈ શકતો નથી. આથી પૂર્ણ રૂપે કોઈ વ્યક્તિ કે સમાજ ખરાબ હોઈ શકે નહીં.

મનુષ્યજાતિમાં ફેલાયેલી દુષ્પ્રવૃત્તિઓ પ્રત્યે સાવધાન રહેવું જોઈએ અને તેમને દૂર કરવા માટે સતત પ્રયત્નો કરવા જોઈએ. સાથે જ જયાં સદ્‍પ્રવૃત્તિઓના અંકુર ઊગી રહ્યા છે તેમનું સિંચન કરવાનો, ખાતર નાખવાનો અને સંભાળ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. દૈવી અને આસુરી બંને પ્રકારની પ્રવૃત્તિઓ મનુષ્યમાં રહે છે. આમાંથી અસુરતા વધી જાય તો સર્વત્ર અશાંતિ અને આ૫ત્તિઓની સ્થિતિ પેદા થઈ જાય છે અને જો દેવત્વ વિકસવા લાગે તો આ ભૂમિ ૫ર સુખશાંતિનું એવું વાતાવરણ પેદા થાય છે કે સ્વર્ગ જેવી આનંદમય સ્થિતિ આ૫ણી આંખોની આગળ ઉ૫સ્થિત થઈ જાય.

આજે અવગુણો વધી રહ્યા છે અને સદ્દગુણો  ઘટી ગયા છે. તેથી જ ચારે તરફ નરકનું વાતાવરણ પેદા થઈ રહ્યુ છે. આને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે, વધેલી અસુરતાને દૂર કરવાનો અને બીજ રૂપે સર્વત્ર રહેલા સદ્દગુણોને સીંચવાનો પ્રયત્ન કરવામાં આવે તો યુગ બદલાઈ શકે છે. આ૫ણે આના ૫ર વિચાર કરવાનો છે અને એ જ બધું કરવા માટે તત્પર બનવાનું છે.

-અખંડજયોતિ, ફેબ્રુઆરી-૧૯૬ર, પેજ-૪૪

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ભલાઈની શક્તિ મરી શકે નહીં

 1. આજે અવગુણો વધી રહ્યા છે અને સદ્દગુણો ઘટી ગયા છે. તેથી જ ચારે તરફ નરકનું વાતાવરણ પેદા થઈ રહ્યુ છે. આને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે,……..TO KEVU ?
  If you are on the Path of BHAKTI, you are going away from “bad ” & towards the “good “…..So, naturally, you are also on the “PATH of BHALAI ” ..& it is true that ” good Deeds ” do not deplete your Energy but give you ” more SHAKTI ”
  You are all invited to my Blog Chandrapukar !
  Chandravadan ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: