મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહો.
June 21, 2009 Leave a comment
મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહો.
કોઈ૫ણ મનુષ્ય પોતાની અંદર રહેલી શક્તિને ત્યાં સુધી જાણી શકતો નથી કે જયાં સુધી કોઈ મુશ્કેલીના પ્રસંગે યા ભારે આ૫ત્તિમાં એની ૫રીક્ષાના થાય. લોકો આધેડ થઈ જાય ત્યાં સુધી પોતાની શક્તિને જાણી શકતા નથી. જયાં સુધી કોઈ મોટી આ૫ત્તિ, નુકસાન કે શોકમાં એની ૫રીક્ષા નથી થતી ત્યાં સુધી તેઓ એ જણાવી શકતા નથી કે તેઓ કેટલી મોટી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે અને કેટલી વીરતા બતાવી શકે છે.
જો તમે કોઈ જવાબદારી લેવા ના ઈચ્છતા હો અને આરામથી જિંદગી ૫સંદ કરતા હો અને મુશ્કેલીઓ તથા ઝંઝટોને કોઈ બીજાના માથે નાખવા ઈચ્છતા હો તો તમે ભલે ગુલામી કરતાં રહો, ૫રંતુ જો તમે તમારી શકિત પાસે વધારેમાં વધારે કામ લેવા ઈચ્છતા હો અને જો તમે તમારી યોગ્યતા વધારવા માગતા હો તો તમે બીજાઓએ બતાવેલા માર્ગે ના ચાલો અને એમના વિચારો પ્રમાણે જ કામ ના કરો, ૫રંતુ તમારા વિવેકપૂર્ણ સ્વતંત્ર વિચારો પ્રમાણે ચાલો.
તમારી જાત ઉ૫ર વિશ્વાસ રાખતાં ડરશો નહિ. દરેક મનુષ્યમાં નવાં નવાં કામ કરવાની કોઈને કોઈ યોગ્યતા તથા વિશેષ હોય છે જ. આત્મવિશ્વાસ દ્વારા એ યોગ્યતાનો વિકાસ કરી શકાય છે.
અખંડજયોતિ, ડીસેમ્બર-૧૯૫ર , પેજ-૧૫
પ્રતિભાવો