પોતાનામાં સારી ટેવો પાડો
June 25, 2009 Leave a comment
પોતાનામાં સારી ટેવો પાડો
ટેવ વીજળીની શકિતની જેમ પ્રકાશિત અને શક્તિશાળી હોય છે. માણસ પોતાની ટેવનો ગુલામ બની જાય છે અને એના આધારે એના ભવિષ્યનુ નિર્માણ થાય છે, કારણ કે એની ટેવ પ્રમાણે સરખા મિત્રો, સાધન, વિચાર અને પંસંગો બરાબર મળતા રહે છે.
એકસરખી ટેવોવાળામાં સ્વાભાવિક પ્રેમ હોય છે અને વિરુદ્ધ ટેવોવાળામાં જુદા૫ણું જોવા મળે છે.
ખરાબ ટેવો સારી ટેવો કરતાં વધારે શક્તિશાળી હોય છે. જયારે તમે કોઈ સારી ટેવ પાડવા પ્રયત્ન કરો છો ત્યારે ખરાબ ટેવો એમાં વારંવાર વિઘ્નો નાંખે છે અને સારી ટેવ ૫ડવા દેતી નથી. એનાથી સારી ટેવ પાડનાર વ્યક્તિ ગભરાઈને નિરાશ થઈ જાય છે.
જયાં સુધી એ ટેવના સિદ્ધાંતો અને અસલિયતનો અનુભવ નથી કરતી ત્યાં સુધી એ ટેવના સિદ્ધાંતો અને અસલિયતનો અનુભવ નથી કરતી ત્યાં સુધી તે વિચારે છે કે પોતે કમનસીબ છે, ૫રંતુ એવું વિચારવું ભૂલ ભરેલું છે ખરાબ ટેવો, જે આટલી પ્રબળ બની છે એ કાંઈ એક દિવસમાં ૫ડી નથી.
ખૂબ લાંબા સમય સુધી કેટલી મહેનતથી એમને અનેકવાર પ્રયત્ન કરીને પાડી છે ત્યારે એ અત્યારે એટલી પ્રબળ બની છે અને આ૫ણા મન ૫ર અધિકાર જમાવી દીધો છે અને સારી ટેવો ૫ડવા સામે સંઘર્ષ કરે છે. તમે સારી ટેવો પાડો કારણ કે આદતો જ મનુષ્યનુ જીવન ઘડે છે. સારી ટેવોથી માણસ મહાન અને સુખી બની શકે છે.
અખંડજયોતિ, જુન-૧૯૪૯, પેજ-૩૧
પ્રતિભાવો