પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે
June 27, 2009 13 Comments
પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે
“ગાયત્રી જ્ઞાનયજ્ઞ”ની આજે તા. ૨૭ – ૦૬ – ’૦૯ના રોજ ૫હેલી વર્ષગાંઠ છે.
ગુજરાતી બ્લોગજગત સમક્ષ શ્રી ગાયત્રી જ્ઞાનમંદિર, જેતપુર ઘ્વારા ‘ગાયત્રી જ્ઞાનયજ્ઞ’ આરંભાયો તેમાં અમૃતરૂપ વિચારોને એક જ વર્ષના ટુંકા ગાળામાં કુલ 675 પોસ્ટથી આ૫ના સુધી ૫હોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
૩૬૫ દિવસ – 675 પોસ્ટ
પોસ્ટ–આર્ટીકલ્સ વાઈઝ કેટેગરીઝ –
આ જ્ઞાનયજ્ઞમાં જે કંઈ પ્રગટ થયું તેને વિષય વાર મૂકવામાં આવે તો તે નીચે મુજબ અલગ અલગ કેટેગરીમાં વહેંચી શકાય.
ઋષિ ચિંતન. | સુવિચાર | ગાયત્રી મંત્ર. | પુસ્તકાલય |
પ્રજ્ઞાગીત. | પ્રજ્ઞાપુરાણ | વેદોનો દિવ્યસંદેશ | સમાચાર | સ્લાઈડ શો
અમારા તરફથી ઉપરોક્ત સંખ્યામાં સામગ્રી મૂકવામાં આવી તેનો આંક જેમ પ્રમાણમાં ઠીક ઠીક મોટો છે તો તેવી જ રીતે દેશ-વિદેશના 14,237 જેટલા વાચકો–મિત્રો દ્વારા વહેંચાયેલો જ્ઞાનપ્રસાદ અને વળતો 144 જેટલા વાચકોનો કોમેન્ટ્સ રૂપે મળેલો પ્રતિસાદ પણ એટલો જ મોટો, મહત્ત્વનો અને અત્યંત પ્રોત્સાહક છે ! કારણ કે સામાન્ય રીતે વાચકો બ્લોગ પર વાચન કરે છે પણ કોમેન્ટરૂપી પ્રતિભાવ આપવામાં અગ્રેસર બનતા નથી.
યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ. અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”
અમારા ઉપરોક્ત બ્લોગમાં હમણાં દર્શાવી તે કેટેગરીઝ ઉપરાંત કેટલાક વિશેષ સ્તંભો પણ ગોઠવવામાં આવ્યા છે જેના પરથી આ બ્લોગ રૂપી જ્ઞાનયજ્ઞની અન્ય ઉપયોગી સામગ્રી પણ પ્રાપ્ત થઈ શકે છે. આ વિશેષ સ્તંભોનાં નામ આ પ્રમાણે છે –
૧) મારા વિશે… ૨) બ્લોગનો ઉદેશ્ય
૩) ગુજરાતી બ્લોગને ‘એક તાંતણે બાંધતી કડી’
૪) અનુક્રમણિકા ૫) પુસ્તકો અને લેખ (ફ્રી ડાઉનલોડ)
આ બ્લોગને આરંભથી જ અનેક વાચકો, સહયોગીઓ, મિત્રો, અને શુભેચ્છકો દ્વારા પ્રસાર અને પ્રચારાર્થે જરૂરી સલાહસૂચનો મળતાં જ રહ્યાં છે જે આ જ્ઞાનયજ્ઞનું વિશેષ સફળ પાસું દર્શાવે છે. આ સૌની સહભાગીદારીને લીધે વધુને વધુ લોકો સુધી અમારો સંદેશ પહોંચાડવામાં અમને કિંમતી મદદ મળેલી છે. તો સાથે સાથે આ બ્લોગ અને તેની વિવિધ સામગ્રીને અ૫ગ્રેડ કરવામાં પણ કેટલાક બ્લોગર્સ મિત્રોનો સાથ અમૂલ્ય સહકાર મળ્યો છે, આ સહયોગીઓના ઉલ્લેખ વિના આ લખાણ અધૂરું જ ગણાય. તેઓનાં તથા તેમના બ્લોગનાં નામો આ પ્રમાણે છે –
વિજય ભાઈ શાહ, ગુજરાતી સાહિત્ય સંગમ
વિનયભાઈ ખત્રી FunNgyan.com
જુગલકિશોર NET-ગુર્જરી
ગોવીંદભાઇ મારુ અભીવ્યક્તી
સુરેશભાઈ જાની ગુજરાતી પ્રતિભા પરિચય –
નિલેશ વ્યાસ નિપ્રા બ્લોગ એગ્રીગેટર
સોનલબેન વૈદ્ય. ફોર એસ વી-સંમેલન
મનીષ મિસ્ત્રી Manish Mistry
સંજય ગોંડલિયા વાહ ! ગુજરાત
હિમાંશુ કિકાણી સાયબર સફર
હિતેશભાઈ ચૌહાણ મન નો વિશ્વાસ
અમિતભાઈ પંચાલ, ગુજરાતી શાયરી – Gujarati Shayri
હિના પારેખ મોરપીંછ
ચેતનાબેન શાહ સમન્વય (Samnvay)
આ સૌનો હું આ ખાસ સમયસંદર્ભે આભાર માનું છું. તો જે જાણ્યા અજાણ્યા સાહિત્યપ્રેમીઓએ ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુરના બ્લોકની મુલાકાત લીધી અને નિયમિત રીતે ઈ-મેઈન ઘ્વારા દરેક આર્ટીકલ્સ પોતાને મળે તે માટે સબસ્કાઈબ્ડ કરવામાં આવેલ તથા નિયમિત૫ણે વિચાર ક્રાંતિ અભિયાનમાં કોઈને કોઈ રૂપે ભાગ લેવામાં આવ્યો છે તે બદલ તે સૌ મિત્રોનું હું હાર્દિક અભિવાદન કરું છું.
ને, આમ, આખરે તો આ બ્લોગ જ ગુજરાતી વેબજગતને, એની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, અર્પણ કરું છું.
મારા સર્વ મિત્રો,
આ૫ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો અને આ૫ના અમૂલ્ય પ્રતિભાવો આપતા રહેશો તથા દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. હું તો આ૫ની સમક્ષ દરેક આર્ટીકલ પોસ્ટ માસ્તરની મારફત રજૂ કરવા પ્રયત્ન કરી રહ્યો છુ. આ૫ ૫ણ આ૫ના સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો હું મારી આ મહેનતને સફળ ગણીશ.
આપનો, જ્ઞાનભાગીદાર,
– કાંતિભાઈ કરસાળા,
જય શ્રીકૃષ્ણ કાન્તિભાઈ,
આમ તો આપને અભિનંદન અને આપની ખુશીમાં મોડો સામેલ થયો છું તે બદલ માફ કરશો.કારણકે હમણાં જ એનેટૉમી ડિપાર્ટમેન્ટ, બી જે મેડીકલ કોલેજ, અમદાવાદમાં અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ મળેલ છે અને તેના કામમાં અને અભ્યાસમાં ખુબ વ્યસ્ત રહેવાતું હોવાથી કોઈ મિત્રો/વડીલોના બ્લોગ પર જઈ નથી શકાતું કે મનનો વિશ્વાસ પણ અપડેટ નથી કરી શકાતો,પણ સમય મળ્યે જરૂર જોઈ લઉં છું. હા આ બાબતે મારી મિત્ર મન તેમની વ્યસ્તતામાં થી સમય નિકાળીને મદદ કરે છે.
અરે હા મારા, મન અને અમારા સમગ્ર પરિવારજનો તરફથી આમને ગાયત્રી જ્ઞાન મંદિર માટૅ ખુબ ખુબ શુભેચ્છાઓ.અને આપ આગળ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના.
અને મને અને મારા બ્લોગને આટલું માન આપવા બદલ આભાર.
અભિનંદન
આપનો ડો.હિતેશ ચૌહાણ
LikeLike
પ્રથમ વર્ષગાંઠે ખુબ ખુબ અભીનંદન…
LikeLike
ખૂબ ખૂબ શુભેચ્છાઓ ….. !!
LikeLike
જન્મદિનની શુભકામનાઓ
LikeLike
આપના બ્લોગની પ્રથમ જયંતિ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
LikeLike
Conratulation kantibhai, hal j hu laughborogh haribhai ne mali aavyo aapna aa satkaryani suvash felavi
LikeLike
કાંતિભાઈ,
પ્રથમ વર્ષગાંઠે જન્મદિનની અનેકાનેક શુભકામનાઓ..
LikeLike
અભિનંદન કાંતિભાઈ.
LikeLike
Dear Kantibhai…ABHINANDAN for completing the 1st year….I had visited your Blog & enjoyed reading your Posts…..You had come to my Blog Chandrapukar in the past & I take this opportunity to thank you for that & request you to REVISIT when you can ,,……May Mataji guide you & may you continue your journey in this GujaratiWebjagat !
Chandravadan ( Chandrapukar )
http://www.chandrapukar.wordpress.com
LikeLike
પ્રથમ વર્ષગાંઠે – આપનો બ્લોગ જ ગુજરાતી વેબ જગતને અર્પણ કરવા બદલ ધન્યવાદ અને આભાર. આપના આ તપ , યજ્ઞ અને દાનથી ગુજરાતી વેબ જગત સંસ્કારી, સમૃદ્ધ અને વધુ ચેતનવંતુ બનશે તેમાં કોઈ શંકા નથી. આપનું આ યજ્ઞકાર્ય અવિરત ચાલુ રાખતા રહીને સહુને લાભાન્વિત કરતા રહેશો તેવી અપેક્ષા સહ જન્મદિવસના અભીનંદન.
LikeLike
એક વરસ સતત, સારૂં, સચોટ, સાત્વિક અને ચિંત્નાત્મક જ્ઞાનદાયક વાંચન પુરૂં પાડવા બદલ આપને હાર્દિક અભિનંદન.
આ સેવા યજ્ઞ વરસો વરસ ચાલતો રહે એવી અભ્યર્થના.
LikeLike
જન્મદિનની અનેકાનેક શુભકામનાઓ..
LikeLike
KHUB KHUB ABHINANDAN SAH SHUBHECHAO..
LikeLike