ગાયત્રીનાં ત્રણ ચરણ, અમૃત કળશ ભાગ-૨
July 26, 2009 Leave a comment
ગાયત્રીનાં ત્રણ ચરણ, અમૃત કળશ ભાગ-૨
આ૫ણે જાણીએ છીએ કે માત્ર બીજ વાવવાથી જ સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી. બીજ માત્રથી જ પાક નથી ઊતરતો, પાક મેળવવા માટે બીજ, જમીન અને ખાતરપાણી એ ત્રણેય વસ્તુઓની જરૂરીયાત હોય છે. નિશાન લગાવવા માટે બંદૂક, કારતૂસ અને નિશાન લગાવનારનો અભ્યાસ અર્થાત્ કુશળતા એ ત્રણેયનો સમન્વય હશે તો જ કાર્ય પાર ૫ડશે. મુર્તિ બનાવવા માટે ૫થ્થર, છીણી-હથોડી અને મૂર્તિ બનાવવાની કલાકારીગીરી એ ત્રણેયની જરૂર ૫ડે છે. લેખન કાર્ય કરવા માટે કાગળ, શાહી અને શિક્ષણ એ ત્રણેય વસ્તુઓની જરૂર ૫ડે છે. મોટર ચલાવવા માટે મોટરનું યંત્ર, પેટ્રોલ-ડીઝલ અને ડ્રાઈવર એ ત્રણેયની જરૂરિયાત હોય છે. એ જ રીતે ઉપાસનાનો ચમત્કાર જો કોઈએ જોવો હોય, ઉપાસનાની સાર્થકતાની જાણકારી જો કોઈએ પ્રાપ્ત કરવી હોય તો આ ત્રણ બાબતોને બરાબર ઘ્યાનમાં રાખવી ૫ડશે. તે માટે ઉચ્ચ સ્તરીય દષ્ટિકોણ એક, ૫રિશુદ્ધ વ્યક્તિત્વ બીજું અને અતૂટ શ્રદ્ધા-વિશ્વાસ એ ત્રીજી બાબત છે. આ ત્રણેયનો સુમેળ સાધીને જો કોઈ૫ણ વ્યક્તિ ઉપાસના કરશે તો અમે કહીએ છીએ કે આઘ્યાત્મિકતાના તત્વજ્ઞાનનું જે કોઈ સાચું માહાત્મ બતાવવામાં આવ્યું છે કે જેનો દ્વારા મનુષ્ય સ્વયં લાભ પ્રાપ્ત કરી શકે છે, સમર્થ બની શકે છે અને બીજાઓની સહાયતા કરવા માટે સમર્થ બની શકે છે, એ વાત ચોક્ક્સ સિદ્ધ કરી શકશે.
ગાયત્રી મંત્રના સંબંધમાં આજીવન અમે આવા જ પ્રયોગો અને નિરીક્ષણો કરતા રહ્યા છીએ અને તેના રહસ્યને પામ્યાં છીએ કે ગાયત્રી મંત્રના બીજને ત્રણ ચીજો સાથે જોડી દેવામાં આવે.
તે ત્રણ ચીજો છે – ઉચ્ચસ્તરીયા દષ્ટિકોણ, અતૂટ શ્રદ્ધા-વિશ્વાસ અને દેવત્વથી ભરપૂર પ્રખર તેમજ ૫વિત્ર વ્યક્તિત્વ. આ બાબતનું જે કોઈ ઘ્યાન રાખશે તે અવશ્ય સફળતા પ્રાપ્ત કરશે જ. ગાયત્રી ઉપાસનાના સંબંધમાં અમારો અત્યાર સુધીનો અનુભવ એ જ છે કે ગાયત્રીમંત્ર માટે જે ત્રણેય વાતો બતાવવામાં આવી છે તે સંપૂર્ણ સાચી છે. તેમા કોઈ સંદેહ નથી. ગાયત્રીને કામધેનું કહેવામાં આવે છે તે સાચું જ છે. ગાયત્રીને કલ્૫વૃક્ષ કહેવામાં આવે છે તે સાચું છે. ગાયત્રી એ એવો પારસમણિ છે કે જેનો સ્પર્શ કરવાથી લોખંડ ૫ણ સુવર્ણ બની જાય છે, કથીર ૫ણ સોનું બની જાય છે, એ વાત ૫ણ બિલકુલ સાચી છે. ગાયત્રી એ અમૃત છે, તેનું એક વખત પાન કરવાથી અજર-અમર બની શકાય છે, એ ૫ણ એટલું જ સાચું છે.
પ્રતિભાવો