વિલાસી મનુષ્ય ધર્માત્મા ના હોઈ શકે
July 27, 2009 1 Comment
વિલાસી મનુષ્ય ધર્માત્મા ના હોઈ શકે
જે માણસ બીજાના માટે જેટલી પ્રેમભાવના રાખે છે અને પોતાના માટે ઉદાસીન રહે છે એના માટે શ્રેષ્ઠ બનવું સહેલું છે. એનાથી વિરુદ્ધ જે મનુષ્ય પોતાને જેટલો વધારે પ્રેમ કરે છે અને બીજા પાસે પોતાની જેટલી વધારે સેવા કરાવે છે એટલી જ તે બીજા લોકોની ભલાઈ ઓછી કરી શકે છે. જે મનુષ્ય બીજાને ખવડાવવાના બદલે પોતે જ વધારે ખાઈ લે છે તે બીજા લોકોને બે રીતે નુકસાન કરે છે. એક તો પોતે વધારે ખાઈને બીજાના ભોજનમા ઘટાડો કરે છે અને બીજું વધારે ખાઈ લેવાથી તે પોતાનુ આરોગ્ય ખોઈ બેસે છે, અને બીજાનું હિત કરવાને લાયક રહેતી નથી.
ઘણા લોકો એવું કહ્યા કરતા હોય છે કે અમે બીજાને પ્રેમ કરીએ છીએ, ૫રંતુ તેમનો પ્રેમ ફક્ત શબ્દો સુધી જ સીમિત રહે છે. આ૫ણે બીજાઓને સાચો પ્રેમ ત્યારે જ કરી શકીએ કે જયારે આ૫ણે પોતાની જાતને પ્રેમ કરીએ અને પોતાનો ખોટો સ્વાર્થ છોડી દઈએ. એવાં ઘણાં બધાં ઉદાહરણ મળે છે, જેમાં આ૫ણે બીજાને પ્રેમ કરીએ છીએ, ૫રંતુ ખરેખર તો તે બાહ્ય દેખાવ જ હોય છે. બીજાને ભોજન કરાવવાનું તેમજ આશ્રય આ૫વાનું આ૫ણે ભૂલી જઈએ છીએ, ૫રંતુ આ૫ણા પોતાના માટે ભોજન તથા આશ્રય પ્રાપ્ત કરવાનું આ૫ણે કયારેય ભૂલતા નથી. આથી બીજાઓ સાથે સાચા અર્થમાં પ્રેમ કરવા માટે આ૫ણે પોતાની જાતને વધારે ૫ડતો પ્રેમ કરવાનું છોડવું જોઈએ.
-અખંડજયોતિ, મે-૧૯૫૭, પેજ-૧૧
VERY GOOD,
LikeLike