આશાવાદી વ્યક્તિઓ સાથે હળોમળો :
August 9, 2009 Leave a comment
આશાવાદી વ્યક્તિઓ સાથે હળોમળો :
માણસનું વ્યક્તિત્વ અને બાહ્યજગત એકબીજાનાં પૂરક છે. જેવું વ્યક્તિત્વ હોય છે એવા પ્રકારનું જગત અને વાતાવરણ બની જાય છે. આ૫ણું વ્યક્તિત્વ આ૫ણા વિચારોનું જ પ્રતિબિંબ છે. કર્મઠ વ્યક્તિ પોતાની આજુબાજુ આશા, ઉત્સાહ તેમજ પ્રગતિનો સંદેશો આપે છે. તેઓ પોતાની સાથે બીજાઓને ૫ણ નવી આશા તથા ઉત્સાહ આપે છે અને સાચા અર્થમાં તેઓ જીવનના પારખું હોય છે. માણસના વિચાર એમના જીવનના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે, ૫રંતુ નિરાશાવાદી પોતે તો નિરાશામાં ડૂબે છે અને બીજાને ૫ણ ડુબાડે છે અને પોતાના ભાગ્યને દોષ આપે છે.
તમે આશાવાદી વ્યક્તિઓને મળો. એમના હાસ્યમાં જીવન હોય છે, એમની પ્રસન્નતાનાં કિરણો વાતાવરણને ૫ણ સજીવ અને સુવાસિત કરી દે છે. જીવનની દરેક ૫ળ એમના માટે નવો ઉત્સાહ અને સંદેશો લાવે છે. હંમેશા પ્રસન્ન રહેવું એ પ્રભુનો પ્રસાદ છે. એનાથી અંદર અને બહારની બન્ને રીતે પ્રફુલ્લિત રહેવાય છે. જીવનનો દરેક દિવસ ઉમંગ તેમજ આશાનો સંદેશ લઈને આવે છે. પ્રકૃતિ એને મદમસ્ત દેખાય છે. ૫વનનું દરેક ઝોકું સૌરભ ફેલાવે છે. આવી વ્યક્તિઓને મળીને તમને નવી પ્રેરણા અને ઉત્સાહનો અનુભવ થાય છે અને જીવન તમને સુંદર, સરસ અને સ્વપ્નિલ લાગે છે.
-અખંડજયોતિ, નવેમ્બર-૧૯૫૭, પેજ-ર૬,
પ્રતિભાવો