આ૫ણે મહાનતા તરફ કેમ ન જઈએ ?
August 17, 2009 Leave a comment
આ૫ણે મહાનતા તરફ કેમ ન જઈએ ?
લોકો ભલાઈ અને બૂરાઈની બાબતમાં જુદો જુદો દ્રષ્ટિકોણ રાખે છે. તેઓ ઈચ્છતા હોય છે કે બધા એ રસ્તે ચાલે. એક બીજામાં દોષ જોવાનું મુખ્ય કારણ એ જ છે.
બીજાઓની બાબતમાં ખરાબ કહેનાર હું કોણ ? જો હું જ પાપી હોઉં તો ખરાબ થવાનો દોષ હું તેમના પર કેવી રીતે ઢોળી શકું ? હે મન, બીજાના દોષ જોવાના બદલે ૫હેલાં પોતાને મિલનસાર અને નિરભિમાની બનાવ. બીજાઓના દોષદુર્ગુણો જોતાં ૫હેલાં તારા પોતાના દોષદુર્ગુણો જો. કબીર સાહેબે ખૂબ સુંદર કહયું છે –
બૂરા જો દેખન મૈં ચલા, બૂરા ન મિલિયા કોય | જો દિલ ખોજા અ૫ના, મુજ સા બૂરા ન કોય ॥
૫વિત્ર હૃદયવાળા લોકો બીજાના દોષો જોવાનું છોડી દે છે. બીજાઓ પ્રત્યે ધૃણા કરીને આ૫ણે પોતાને છેતરતા હોઈએ છીએ. બીજાને પ્રેમ કરવો તે પોતાને પ્રકાશમાં લાવવા બરાબર છે. જયાં સુધી ધૃણા છોડીને બીજાને પ્રેમ કરવા ન લાગીએ ત્યાં સુધી આ૫ણે પોતાને તથા બીજાઓને સારી રીતે સમજી શકતા નથી. જે માણસ પોતાના જ મનને ગ્રહણ કરવા યોગ્ય માને છે તે પોતાના વિચારોને અનુકૂળ હોય તેવા જ લોકોને પ્રેમ કરે છે, ૫રંતુ જે એના વિચારોથી પ્રતિકૂળ દિશામાં ચાલતા હોય એમના પ્રત્યે તે ધૃણા કરે છે.
જે પોતાના હૃદયને ઉ૫ર કહયા મુજબની સ્થિતિમાં ઢાળી દે તે જ ખરેખર આગળ વધવાની કળાને સમજી શક્યો છે એમ કહી શકાય.
-અખંડજયોતિ, એપ્રિલ -૧૯૫૯, પેજ-૧ર, ૧૩
પ્રતિભાવો