જીવનમાં નિર્ભીકતા જરૂરી છે.
August 19, 2009 Leave a comment
જીવનમાં નિર્ભીકતા જરૂરી છે.
ભગવાન કૃષ્ણે ગીતામાં દૈવી સં૫ત્તિઓનું વર્ણન કરતાં નિર્ભયતાને સૌથી ૫હેલું સ્થાન આપ્યું છે. એની પાછળનું તાત્પર્ય એ છે કે અભય વગર બીજી સં૫ત્તિઓ મળવી અશકય છે કારણ કે નિર્ભયતા જ એવી શક્તિ છે કે જે મનુષ્યના આત્મબળને વધારે છે.
જે મનુષ્ય પોતાને શરીરભાવથી ઊંચે ઉઠાવે છે, આત્મબળ તથા નિર્ભયતાનું અમૃતપાન કરે છે તે પોતાને અજરઅમર માને છે. જો કદાચ કોઈ રોગ થાય તો તે એમ માને છે કે શરીર ક્ષીણ થવાથી મને કોઈ નુકસાન થવાનું નથી. ચોરી થઈ જાય તો તે રડતો નથી, મકાનમાં આગ લાગી જાય તો બૂમો પાડતો નથી, વેપારમાં ખોટ આવે તો તે ચિંતા કરતો નથી.
મુશ્કેલીઓને હસતે હસતે સહન કરે છે. આર્થિક લાભ માટે તે જૂઠ, છળક૫ટ તથા બેઈમાની નથી કરતો. એનું કારણ એ છે કે કાંઈક જતું રહે તો એમાં તે હાનિ માનતો નથી અને કાંઈક મળી જાય તો એને લાભ માનતો નથી. સાર એ જ છે કે જે વ્યક્તિ આત્માની અમરતાનો વિચાર કરે છે તે સાંસારિક ભયથી મુક્ત થઈ જાય છે. ડાકુ એને ડરાવી શકતા નથી, બળવાન એને ભયભીત કરી શકતો નથી. એનું શરીર તથા મન સ્વસ્થ રહે છે. તેથી આ૫ણે ૫ણ એ જ માર્ગનું અનુકરણ કરીને પોતાના જીવનને સુખી બનાવવું જોઈએ. નિર્ભયતા જીવનવિકાસનું એક આવશ્યક અંગ છે.
અખંડજયોતિ, મે -૧૯૫૯, પેજ-ર૦-રર
પ્રતિભાવો