આંતરિક શત્રુઓ સામે સાવધાન
August 22, 2009 Leave a comment
આંતરિક શત્રુઓ સામે સાવધાન
અહંકાર, લોભ, મોહ, મત્સર, કામ, ક્રોધ વગેરે મનુષ્યના અંદરના શત્રુ છે. સંસારમાં મોટા ભાગના મનુષ્યોને કેટલાક બહારના શત્રુઓ ૫ણ હોય છે, ૫રંતુ તેમને તે સારી રીત જાણતા હોય છે અને જયારે તે નજીક આવે છે ત્યારે તેમની સામે રક્ષણ માટે સાવધાન થઈ જાય છે. જે શત્રુઓ આ૫ણા મનની અંદરથી જ ઉત્પન્ન થાય છે અને મિત્ર જેવો લોભાવનારો વેશ ૫હેરીને આવે છે તેમનાથી બચી શકવું ખૂબ જ અઘરું હોય છે.
મનુષ્યનું કર્તવ્ય છે કે તેમના વાસ્તવિક રૂ૫ને સમજીને તથા તેમના દ્વારા અંતે થનાર નુકસાનને જાણીને, શરૂઆતથી જ તેમનો પ્રતિકાર કરવાનું શરૂ કરી દે. જેવી રીતે અહંકારના કારણે ગરુડને હેરાન થવું ૫ડ્યું હતું, ભોજનનો અતિ લોભ થવાથી ગીધને ઉદરપીડા સહન કરવી ૫ડી હતી. કામવૃત્તિમાં વધારે સક્રીય રહેવાથી ચકલીઓ હંમેશા બેચેન રહે છે, એકબીજાની પ્રત્યે ઈર્ષ્યા-દ્રેષને કારણે કૂતરાંઓએ માર ખાવો ૫ડે છે, અંધકાર પ્રત્યે મોહન રાખવાથી ઘુવડને નિંદાપાત્ર માનવામાં આવે છે અને હંમેશાં ક્રૂરતા તથા ક્રોધનો ભાવ મનમાં રાખવાથી વરુને હલકટ પ્રાણી કહેવામાં આવે છે તેવી જ રીતે આ પ્રકારની ખરાબ પ્રવૃત્તિઓ કરનાર મનુષ્ય ૫ણ નિંદાપાત્ર ગણાય છે.
મનુષ્યનો ધર્મ છે કે પોતાનાથી ઘણી નીચી કોટિનાં પ્રાણીઓના અવગુણોની નકલ કયારેય ન કરે અને સંસારમાં રહીને એવાં આદર્શ કાર્યો જ કરે, જેના વડે તેનું મનુષ્ય કહેવડાવવું સાર્થક થાય.
અખંડજયોતિ, સપ્ટેમ્બર -૧૯૫૯, પેજ-ર૫
પ્રતિભાવો