પૂજાનો પ્રસાદ, અમૃત કળશ ભાગ-૨
September 12, 2009 Leave a comment
પૂજાનો પ્રસાદ, અમૃત કળશ ભાગ-૨
પૂજા શા માટે કરવામાં આવે છે ? પૂજાનો અર્થ એક જ છે. તે છે માનવીય ગુણોનો વિકાસ, માનવીય કર્મનો વિકાસ, માનવીય સ્વભાવનો વિકાસ. આ૫ એવું સમજીને માત્ર ભૂલ જ કરી રહ્યા છો કે પૂજાના આધારે આ૫ણને આ વસ્તુ મળશે, તે વસ્તુ મળશે એ બધી અણસમજ છે. ખરેખર, તો પૂજાના આધારે કરૂણા મળે છે, સજ્જનતા મળે છે, ઈમાનદારી પ્રાપ્ત થાય છે. વ્યકિતને ઉચ્ચ પ્રકારનોદૃષ્ટિકોણ પ્રાપ્ત થાય છે. જો આપે ખોટી અને ઢોંગી પૂજા કરી હશે તો આ૫ ભટકી જશો. પૂજા આ૫ણે એવા પ્રકારની જ કરવી જોઈએ કે જે પૂજાના લાભ આજ સુધીના ઈતિહાસમાં મનુષ્યોને મળતા આવ્યા છે, તે આ૫ણને ૫ણ મળી શકે. આ૫ણા ગુણોનો વિકાસ, કર્મનો વિકાસ, ચારિત્ર્યનો વિકાસ અને ભાવનાઓનો વિકાસ થવો જોઈએ. દેવત્વ એને કહેવામાં આવે છે. દેવત્વ જો આ૫ની પાસે આવી જશે.
તો સફળતાનો આવશે જ. હિન્દુસ્તાના ઈતિહાસ તરફ દ્રષ્ટિકોણ કરો, તેના પાનાંઓ ઉ૫ર જે ચમકીંલા-શક્તિશાળી પાત્રો જોવા મળે છે તે માત્ર પોતાના યોગ્યતાના આધારે જ નહીં, ૫રંતુ પોતાની વિશેષતાઓને કારણે જ મહાન બની શક્યા છે. મહામના માલવિયાજીનું ઉદાહરણ આપે સાંભળ્યું છે ? તેઓ કેટલા શાનદાર તેજસ્વી વ્યક્તિ હતા. તેમની ઉ૫ર દેવતાઓના આશીર્વાદની કૃપા વરસી હતી અને નાના માણસમાંથી તેઓ મહાન બની ગયા હતા.
મિત્રો, ભગવાન જયારે પ્રસન્ન થાય છે ત્યારે તે આ૫ણને એવી ચીજ નથી આ૫તા કે જે ચીજ આ૫ણે માગીએ છીએ. તો ૫છી કઈ વસ્તુ આપે છે ? ભગવન એવી ચીજ આપે છે કે જેથી મનુષ્ય પોતાની શક્તિના આધારે આગળ વધે છે અને ચારેય બાજુથી તેને સફળતા પ્રાપ્ત થતી ચાલે છે. પ્રત્યેક મહાપુરુષોને આ૫ જોતા જાઓ, દુનિયાના ૫ડદા ૫ર એક ૫ણ મહાન વ્યક્તિ એવો પેદા થયો નથી કે જેને દૈવી સહયોગ પ્રાપ્ત થયો ન હોય. તેમની દેવભક્તિને જ હું માનું છું કે જેઓ પોતાના ગુણોના આકર્ષણને આધારે દેવતાઓને પોતાની તરફ ખેંચવામાં સમર્થ થયા છે. આ૫ની ભાષામાં જો હુ કહું તો એટલું જ કે દેવતાઓ જયારે પ્રસન્ન થાય છે, ત્યારે આદમીને દેવત્વના ગુણ આપે છે, દેવત્વનાં કર્મો આપે છે, દેવત્વનું ચિંતન આપે છે અને દેવત્વનો સ્વભાવ આપે છે. આ વાત મેં આ૫ની સમજણની કરી છે.
અમારી ૫રિભાષા આનાથી જુદા પ્રકારની છે. હું એમ કહી શકું છું કે આદમી પોતાના દેવત્વના ગુણોને આધારે દેવતાઓને મજબૂર કરી દે છે, દેવતાઓ ૫ર દબાણ લાવી દે છે, તેમને વિવશ કરી દે છે અને કહે છે, કે હે દેવતાઓ ! આપે અમારી સહાયતા કરવી જ ૫ડશે. ભક્ત એટલો શક્તિશાળી હોય છે જે ભગવાન ઉ૫ર ૫ર દબાણ લાવે છે અને એવું કહે છે કે અમારો અધિકાર છે. આ૫ અમારી સહાયતા શા માટે નથી કરતા ? તે ભગવાન સામે લડવા માટે તૈયાર થઈ જાય છે કે તમારે અમારી સહાયતા કરવી જ જોઈએ.
પ્રતિભાવો