સજજનતા અને શાલીનતા શીખો
September 12, 2009 Leave a comment
સજજનતા અને શાલીનતા શીખો
જીવનનિર્માણનો મહત્વપૂર્ણ સમય બારથી વીસ વર્ષની ઉંમર સુધીનો હોય છે. આ કિશોરાવસ્થામાં બાળક માટીના લોચા જેવો હોય છે. આ સમય દરમિયાન તેનું જેવું ઘડતર થશે એવો જ જીવનના અંત સુધી તે રહે છે. સમૃદ્ધિ, પ્રગતિ, શાંતિ તથા સદ્ભાવનો આધાર મનુષ્યના સદ્ ગુણો ઉ૫ર રહેલો છે. સદ્ગુણો જ વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવે છે તથા દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે.
યુવાનીના પ્રારંભે સદ્ગુણો કેળવવા તરફ સૌથી વધુ ધ્યાન આ૫વું જોઈએ. વિદ્યા, બળ, બુદ્ધિ, ધન વગેરેની સરખામણીમાં સદ્ ગુણોનું ૫લ્લું ભારે હોય છે.
જે યુવક પોતાનું ભલૂંબૂરું સમજતો હોય તેણે એક વાત ગાંઠે બાંધી લેવી જોઈએ કે સભ્ય અને જવાબદાર નાગરિક પોતાના વ્યક્તિત્વને તેજસ્વી બનાવવા માટે પોતાના સ્વભાવમાં સદ્ ગુણોનો સમાવેશ કરવાનું સતત ધ્યાન રાખે છે. શિષ્ટતા જ માણસને લોકપ્રિય બનાવે છે. સદ્ ગુણી મનુષ્ય બીજાઓનું હૃદય જીતે છે. સભ્ય યુવકો જ પોતાના રાષ્ટ્રની સ્થિરતા અને પ્રગતિમાં ફાળો આપી શકે છે. તેઓ હંમેશા રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા રહે છે.
પ્રતિભાવો