આ કેવું અઘ્યાત્મ ? અમૃત કળશ ભાગ-૨
September 17, 2009 Leave a comment
આ કેવું અઘ્યાત્મ ? અમૃત કળશ ભાગ-૨
અઘ્યાત્મની ૫રિભાષા છે. ‘સાયંસ ઓફ સોલ’ “આત્માનું વિજ્ઞાન” -પોતાની જાતને સુધારવાની વિદ્યા, પોતાને સંભાળવાની વિદ્યા, પોતાને શ્રેષ્ઠ બનાવવા માટેની વિદ્યા. લોકોએ તો એમ માની લીધું છે કે, અઘ્યાત્મ અર્થાત્ દેવતાને પોતાની જાળમાં ફસાવવાની વિદ્યા, દેવતાઓનું ખિસ્સું કાતરવાની અને તેમની સાથે છેતરપીંડી કરવાની વિદ્યા. શું આપે એવું જ સમજી લીધું છે ને ! હું આ૫ને વિશ્વાસથી કહું છું કે આપે જે સમજી લીધું છે તે બિલકુલ ખોટું છે. જ્યાં સુધી બેવકુફીથી ભરેલી બેકાર વાતોના મૂળિયા આ૫ના મગજમાં ભરીને બેસી રહેશે ત્યાં સુધી આ૫ ભટક્તા જ રહેશો. હાથમાં કાંઈ જ નહીં લાગે. ખાલી હાથ જ રહેશો. આ૫ દેવતાઓને શું સમજી બેઠા છો ? દેવતાઓને શું કબુતર માનો છો કે બે ચાર દાણા વેરી દેશો અને એનાથી બોલ્યા ચાલ્યા વગર એ કબુતર તમારી પાસે આવવા લાગશે ? શું શિકારી રસ્તામાં છુપાઈને બેસી જશે, ઝટકો મારશે અને કબુતર રૂપી દેવતા તેની જાળમાં ફસાઈ જશે ?
દાણા ફેલાવીને, ચોખા ધરીને, નૈવેધ આપીને, ધૂપબત્તી પ્રગટાવીને એ શિકારીની જેમ આ૫ દેવતાઓને ફસાવવા માગો છો ? તેનું વિકંદન કાઢવા માગો છો ? શું તેને ભજન કહેવાય છે? ત૫શ્ચર્યા, સાધનાના નામથી શું તેને ઓળખવામાં આવે છે ? યોગાભ્યાસનો સિદ્ધાંત શું તેને સમજવામાં આવે છે ? હું આ૫ને પૂછું છું, જરા બતાવો તો ખરા.
આ૫ દેવીઓને શું માની બેઠા છો ? તેને આ૫ને માછલી સમજી બેઠા છીએ. લોટની ગોળી બનાવીને ફેંકવામાં આવે અને બગલાની જેમ ૫છી તેને સ્વાહા કરી ગયા, ધન્ય છો આ૫, આ૫ણા જેવો દયાળું બીજો કોઈ નથી, માછલીને જયારે ૫કડવાની છે ત્યારે તો કહેવામાં આવે છે, બહેનજી જરા આવો તો ખરા, આ૫ને સિંહાસન ૫ર બેસાડીશું આરતી ઉતારીશું વરઘોડો કાઢીશું. આવી બધી વાતો કરતા કહેવામાં આવે છે અને આખું જીવન એ દેવીઓની ઝંખનામાં વ્યર્થ કરી નાખવામાં આવે છે. દેવીઓ કોણ છે ? માછલીઓ છે ? દેવતા કોણ છે ? કબુતર છે ? આ૫ કોણ છો ? શિકારી છો ? શું આ૫નો આવો જ ધંધો છે ? અઘ્યાત્મનો સાચો અર્થ તો એ થાય છે કે પોતાની જાતને સુધારવી. તેનો અર્થ થાય છે ‘સાયંસ ઓફ સોલ’. અઘ્યાત્મ તો આત્માને ચેતન કરવાનું વિજ્ઞાન છે. ચમત્કારો, જાદુગરી અને સિદ્ધિઓના વિજ્ઞાનને અઘ્યાત્મ ન કહી શકાય. તેનો સીધો સાદો અર્થ છે પોતાની જાતને સાચી અને યોગ્ય બનાવી લેવા માટેની વિદ્યા અથવા તાલીમ.
પ્રતિભાવો