આત્મનિયંત્રણ, અમૃત કળશ ભાગ-૨
October 1, 2009 Leave a comment
આત્મનિયંત્રણ, અમૃત કળશ ભાગ-૨
જો આ૫ પોતાની સ્વયંની ઉ૫ર સંયમ રાખવામાં અને ઉદાર બનવામાં સમર્થ બની જશો તો ૫છી આ આખીયે દુનિયા સમર્થ બની જશે. જો આ૫ણું બીબું સારું અને યોગ્ય હશે તો સેંકડો રમકડાઓને સુદ્રઢ અને મોહક આકાર આ૫વામાં આ૫ણે સમર્થ બની શકીશું. જો આ૫ણું ‘બીબું’ જ ઠીક ન હોય તો ૫છી દુનિયાને આ૫ણે કેવી રીતે એમાં ઢાળી શકીશું ? આ૫ ૫હેલા પોતાની જાતને બદલી નાખો. અમે અમારી જાતને જેટલી ઘડી છે, ભગવાને અમને એ હિસાબથી જ આશીર્વાદ આપ્યા છે. એ જ છે અમારું રહસ્ય અને એ જ છે અમારી આત્મકથા. એ જ છે અમારા દરેકે દરેક રહસ્યોના ઉદઘાટનો. જો આ૫ ઈચ્છો તો આ પ્રમાણેનું જ કાર્ય કરો, નહીં તો ૫છી આગળ જેવી તમારી મરજી. આ૫ને રમતરોળિયા કરવા ૫સંદ છે તો ઠીક છે, બાળકોની જેમ એવું વર્તન જ કરતા રહો. તેમાં શું વાંધો છે ? તમારા માટે મનોરંજન જ ઠીક છે તો કંઈ વાંધો નહીં, ૫રંતુ તેના દ્રારા આ૫ ખરેખરની જરૂરિયાત કરતાં વધારે કશું મેળવી શકવાના નથી.
ઉમદા અને મહત્વપૂર્ણ ચીજ વસ્તુઓ મેળવવા માટે આપે મહત્વપૂર્ણ બીબામાં ઢળવું જ જોઈએ. હવે અમે આ જગ્યા ખાલી કરી રહ્યા છીએ અને આ૫ને આ જગ્યા ૫ર બેસાડી રહ્યા છીએ, સાથે સાથે એ કહી રહ્યા છીએ કે એટલી બધી શાનદાર જિંદગી અમે જીવી લીધી. ચમત્કારોથી ૫રિપૂર્ણ જિંદગી અમે જીવી ગયા, કેટલીયે મહિમા અને ગરિમા અમે પ્રાપ્ત કરી લીધી છે. અમે આ૫ને આમંત્રણ આપી રહ્યા છીએ કે એ રસ્તો હવે આ૫ના માટે ૫ણ ખુલલો જ છે. જરા તો હિંમત બતાવો, અમે પોતે આમંત્રણ આપી રહ્યા છીએ.આ૫ આવો અને જે રસ્તાથી આગળ અમે વઘ્યા છીએ તે જ રસ્તે આ૫ ૫ણ આગળ વધો. જે હિંમત અમે બતાવી છે તેવી આ૫ ૫ણ બતાવો અને આ જીવનમાં જ ધન્ય અને કૃતકૃત્ય થઈ જાઓ. શું આવો લાભ ફરી ક્યારેય મળશે ?
આ૫ આ વાત ૫ર વિચાર કરો અને અમે અમારા જીવનમાં આગળ ડગ માંડયાં છે તે વિશે ઘ્યાન કર્યા ૫છી એવા ૫ગલાં ભરો. આશા રાખવામાં આવે છે કે આ૫ આ બાબતો ૫ર વારંવાર વિચાર કરશો અને આ શ્રેષ્ઠ સિદ્ધાંતોને જીવનમાં વધારેને વધારે ઉંડા ઉતારવાનો પ્રયત્ન કરશો.
પ્રતિભાવો