મહાત્મા બુદ્ધનો વ્યાવહારિક ઉપદેશ
October 17, 2009 2 Comments
મહાત્મા બુદ્ધનો વ્યાવહારિક ઉપદેશ
જે પોતાની જાત ૫ર ઘ્યાન નથી આપી શક્તો તે બીજાને વશમાં નથી કરી શક્તો. માણસને બીજાની મદદ મળી શક્તી નથી. પોતે કામ કરે તો જ કામ આગળ વધે છે. મનુષ્યે પોતાની ફરજ પોતે જ અદા કરવી જોઈએ. ૫વિત્રતા અને મલિનતા મનમાં જ રહેલી છે. ૫છી ભલા કોણ કોને શુદ્ધ બનાવી શકે ?
માણસે કશું મેળવ્યા વગર ૫ણ આનંદમાં રહેવું જોઈએ. રાગ સમાન બીજી કોઈ આગ નથી. દ્દેષ સમાન હરાવનારો બીજો કોઈ પાસો નથી. શાંતિ સમાન બીજું કોઈ સુખ નથી. આરોગ્ય એ સૌથી મોટો લાભ છે. સંતોષ જેવું બીજું કોઈ ધન નથી. વિશ્વાસું માણસ જ સાચો ભાઈ તથા મિત્ર છે. નિર્વાણ જ ૫રમ સુખ છે.
ધર્માત્મા એ છે કે જે ધર્મ-અધર્મનો ભેદ પારખી શકે. એ પંડિત નથી કે જે બહુ બોલે છે. ક્ષમાશીલ, વેર વગરનો અને નીડર પુરુષ જ સાચો પંડિત છે. વાળ ધોળા થઈ જવાથી મોટા બની શકાતું નથી. મોટો એ છે કે જે સત્ય, અહિંસા, સંયમ તથા દમનના માર્ગે ચાલે છે. માથું મુંડાવી નાંખવાથી કોઈ સંન્યાસી બની જતો નથી, સંન્યાસી એ છે જે નિષ્પા૫ છે.
આળસુ, સમયસર ન ઉઠનાર તથા સંકલ્પ વગરનાને પ્રજ્ઞા (જ્ઞાન)ની પ્રાપ્તિ ક્યારેય થતી નથી. શુદ્ધિ માટે ત્રણ માર્ગ છે – કાયા, વાણી અને મનની રક્ષા કરવી. ઘ્યાનથી જ્ઞાન મળતું નથી. જયાં સુધી બધા પ્રકારની ઈચ્છાઓનો નાશ નહીં થાય, ભ્રમણા દૂર નહીં થાય ત્યાં સુધી નિર્વાણ મોક્ષ પાપ્ત નહીં થાય.
અખંડજયોતિ, જુલાઈ-૧૯૫૬, પેજ-૧૯
Jay Gurudev ,
Wishing all dear reader & creative team of Kantibhai : VERY HAPPY DIWALI & NEW YEAR
Now about the topic:
First paragraph has really depth value. The vyakhaya of Pandit is well described.
This is bright morning of Diwali & i think Kantibhai has given good gift to us by uploading this article.
Best of Luck
Jay Mataji
Prakash GADHAVI
LikeLike
Like always very nice article.
Sapana
LikeLike