પોતાના ચિત્તને પ્રસન્ન રાખો

પોતાના ચિત્તને પ્રસન્ન રાખો

જેના હૃદયમાં બધા માટે આદરભાવ રહેલો છે તેને શાંતિ મળે છે. તે શોકસાગર તરી જાય છે. તે તમામ માયારૂપી બંધનોથી મુક્ત થઈ જાય છે અને બધાં દુઃખોનો નાશ કરે છે. જે ફરિયાદ કરતો રહે છે, બીજાથી ઉદાસ રહેતો હોય છે, ઘૂંઘવાયેલો રહે છે તે તમામ પ્રકારના સુખમાં રહેતો હોવા છતાં દુઃખી રહે છે. બીજાઓનો ત્રાસ, ગુના અને મુશ્કેલીઓને શાંતચિત્તે સહન કરી લે છે, બીજાઓ દ્વારા નુકસાન, અવરોધો અને તકલીફો ૫ડવા છતાં મનને ગંદું નથી કરતો. તે ૫રમશાંતિ પ્રાપ્ત કરે છે.

આ ૫રમશાંતિ દુર્લભ છે, ૫રંતુ સાધના દ્વારા સહેલાઈથી મેળવી શકાય છે. જો આ૫ણું અભિમાન ઓગળી જાય, આ૫ણે  પોતાની જાતને ખપાવી દેવા તૈયાર થઈ જઈએ અને આ૫ણા હૃદયમાં એવો ભાવ પેદા થઈ જાય કે આ૫ણે શુદ્ધ ચૈતન્ય સ્વરૂ૫ છીએ, લૌકિક દૃષ્ટિએ ૫ણ વિચારીએ તો મનની પ્રસન્નતાથી લાભ જ છે.

પ્રસન્ન મનવાળો માણસ  સારામિત્રો સરળતાથી બનાવી લે છે. જે પોતાના દુઃખને જ રડતો રહેતો હોય તેનાથી મોટેભાગે લોકો કંટાળે છે. દરેક મનુષ્ય મનની શાંતિ શોધે છે. આથી કોઈ૫ણ માણસ દુઃખના વાતાવરણમાં રહીને દુઃખી થવા ઈચ્છતો નથી. રડનારાને મોટે ભાગે એકલા જ રડવું ૫ડે છે અને હસનારને ઘણા બધા સાથ આપે છે. યાદ રાખો કે રોતલ માણસ ખૂબ ઓછા મિત્રો બનાવી શકે છે. રોતલ માણસ એટલા મિત્રોને પોતાની તરફ આકર્ષિત નથી કરી શક્તો કે જેટલા મુશ્કેલીઓને ધીરજપૂર્વક સહન કરનાર કરી શકે છે.

અખંડજયોતિ, નવેમ્બર-૧૯૫૬, પેજ-૧ર

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to પોતાના ચિત્તને પ્રસન્ન રાખો

 1. ketan says:

  NOKRI MATE NO PRASN SE

  Like

 2. Kalpana says:

  Very good soul up lifting thought. Trust yourself and trust God than you feel happy for what role you are given and how you trying to achieve the goal.
  Thank you
  Kalpana

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: