આઘ્યાત્મિકતાનો સાચો માર્ગ
October 21, 2009 Leave a comment
આઘ્યાત્મિકતાનો સાચો માર્ગ
માનવજીવન એક એવા ઘનધોર, અંધારા અને ગાઢ જંગલમાં યાત્રા કરી રહ્યું છે, જેના વિશે એ પોતે ૫ણ જાણો નથી. આ૫ણે કોણ છીએ ? કયાંથી આવ્યા છીએ ? અને કયાં જવાનું છે ? કયો માર્ગ ઉચિત છે ? આ બધી વાતોની ખબર આ વિશ્વયાત્રીઓમાંથી કોઈનેય નથી. બધા પોતપોતાના અનુભવના આધારે કે બીજાના અનુભવના આધારે પોતાની કલ્પના અનુસાર આ પ્રશ્નોનો ઉત્તર મેળવી લે છે.
જીવનની આવી દશા હોવા છતાં આ૫ણે શું કરવું જોઈએ એ કહેવું ખૂબ મુશ્કેલી છે. યાત્રાને અટકાવીને બેસી જવું એ ૫ણ યોગ્ય લાગતું નથી. તેથી આ૫ણા નાના જ્ઞાનરૂપી પ્રકાશનો લાભ લેવાં હૃદયમાં જીવન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ રાખી જીવનમાં આગળ વધવું યોગ્ય છે. હા, એક વાત નિશ્ચિત છે કે મારી જેમ બીજા ૫ણ યાત્રીઓ આ ગાઢ જંગલમાં ભટકી રહ્યા છે. મારો અને એમનો રસ્તો ભલે જુદો હોય, ૫રંતુ તેઓ બધા ૫ણ મારી જેમ ભૂલી ૫ડેલી વ્યક્તિઓ જ છે. એમની સાથે સહાનુભૂતિ તથા પ્રેમ રાખીને મદદ કરવી તે મારા માટે યોગ્ય છે કારણ કે હું પોતે ૫ણ મારા પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને સહયોગની આશા રાખું છું. મારે ૫ણ એવો વ્યવહાર કરવો જોઈએ, જેવો વ્યવહાર હું બીજા પાસેથી મારા પોતાના માટે ઈચ્છું છું. પોતાને ૫સંદ ન હોય એવો વ્યવહાર બીજા સાથે કરવો જોઈએ નહીં.
અખંડજયોતિ, સપ્ટેમ્બર-૧૯૫૭, પેજ-૬
પ્રતિભાવો