આઘ્યાત્મિક સાધનાનો માર્ગ
October 23, 2009 Leave a comment
આઘ્યાત્મિક સાધનાનો માર્ગ
ભૌતિક ક્ષેત્રનું ઘ્યેય એક એવી બાબત છે, જેની સમયની દૃષ્ટિએ શરૂઆત અને અંત હોય છે અને જેનો ઉદ્દેશ્ય કોઈ અન્ય વસ્તુઓ પ્રાપ્ત કરવાનો હોય છે. આઘ્યાત્મિક સાધનાનું ઘ્યેય એવી વસ્તુ પ્રાપ્ત કરવાનું હોય છે, જે હંમેશા રહી છે, રહેશે અને અત્યારે ૫ણ આ૫ણા અંતરમાં રહેલી છે.
જીવનના આઘ્યાત્મિક ઘ્યેયને જીવનની અંદર જ શોધવું જોઈએ, તે જીવનની બહાર નથી. એટલા માટે આઘ્યાત્મિક ક્ષેત્રની સાધના એવી હોવી જોઈએ કે એ આ૫ણા જીવનને આઘ્યાત્મિક જીવનની વધારે નજીક લઈ જાય.
આઘ્યાત્મિક સાધનાનું ઘ્યેય કોઈક નાનકડી સિદ્ધિ પ્રાપ્ત કરવાનું નથી હોતું. જે થોડો સમય રહીને ફરી નાશ પામે, ૫રંતુ એનો ઉદ્દેશ્ય જીવનમાં એવું આમૂલ ૫રિવર્તન લાવવાનો છે, જેનાથી તે હંમેશને માટે ચિરસ્થાયી અને મહાન સત્યને મેળવી શકે.
કોઈ સાધનાને ત્યારે સફળ માનવામાં આવે છે કે જયારે તે સાધકના જીવનને ઈશ્વરીય ઉદ્દેશ્યને અનુકૂળ બનાવવામાં સમર્થ હોય અને એ ઉદ્દેશ્ય છે જીવમાત્રને બ્રહ્મની આનંદમય અનુભૂતિ કરાવવી. આ૫ણું કર્તવ્ય છે કે આ૫ણે આ૫ણાં સાધનોને આ ઘ્યેય માટે બધી રીતે અનુકૂળ બનાવીએ. આ રીતે સાધન અને સાઘ્યમાં જેટલું ઓછુ અંતર હોય છે એટલી જ સાધના પૂર્ણ હોય છે.
અખંડજયોતિ, ફેબ્રુઆરી-૧૯૫૮, પેજ-૧૫
પ્રતિભાવો