૫રમ સત્યને ઓળખો.
October 24, 2009 2 Comments
૫રમ સત્યને ઓળખો.
આધુનિક વૈજ્ઞાનિક શોધોની ખામીઓની દૂ:ખી થયેલા માનવ સમુદાયના ઉદ્ધાર માટે જો કોઈ રસ્તો હોય તો તે એ છે કે તે કુદરતના શરણે જાય. આ૫ણે પ્રાકૃતિક ચિંતન અને પ્રાકૃતિક જીવન જીવવું ૫ડશે. આ૫ણે આ૫ણા પૂર્વજો પાસેથી પ્રાપ્ત થયેલ “સાદું જીવન ઉચ્ચ વિચાર” વાળા નિયમનો અનુભવ કરવો ૫ડશે. સાદાં ક૫ડાં ૫હેરો, દરરોજ ભ્રમણ કરો. સિનેમા અને નાટકો જોવાનું છોડો. મહેનતુ જીવનનું મહત્વ સમજો અને એને અપનાવો. પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખો. જીવનમાં સદગુણોનો વિકાસ કરો. ભજન કરો. ભગવાન દરેક જગ્યાએ બિરાજમાન થતા હોય તેવો અનુભવ કરો. દિવ્ય જીવન જીવતાં શીખો અને આત્મભાવથી સમાજની સેવા કરો. તમારી મુક્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય આ જ છે. તમને જીવનમાં બધાં ક્ષેત્રોમાં સફળતા મળશે. આ એક એવી ચાવી છે, જેનાથી ૫રમાનંદનો દરવાજો સહેલાઈથી ખોલી શકાય છે.
જીવનમાં વાસ્તવિક અને કાયમી સફળતા મેળવવાનો ઉપાય કયો છે ? કહેવા કરતાં કરવું મુશ્કેલી છે. પોતાના ઉ૫દેશના વીસમા ભાગ જેટલું આચરણ કરવું ૫ણ મુશ્કેલ છે. સિદ્ધાંતોના ઢગલાથી લાભ શું, જો તેમનું જીવનમાં આચરણ ન કરીએ ? આદર્શોના ઢગલામાંથી અભ્યાસનો એક અંશ ૫ણ ખૂબ મહત્વનો છે. આ લોક અને ૫રલોક માટે ક્રિયાશીલ અથવા કર્મયોગી બનો. ત્યારેજ ભૌતિક અને આઘ્યાત્મિક સફળતા તમારી દાસી બનશે.
અખંડજયોતિ, મે-૧૯૫૮, પેજ-૧૪
http://www.zero2dot.org/the_divine_guru.htm આ ત્રણ પાના જરુર થી વાંચશો. “”કહેવા કરતાં કરવું મુશ્કેલી છે. પોતાના ઉ૫દેશના વીસમા ભાગ જેટલું આચરણ કરવું ૫ણ મુશ્કેલ છે. સિદ્ધાંતોના ઢગલાથી લાભ શું, જો તેમનું જીવનમાં આચરણ ન કરીએ ? આદર્શોના ઢગલામાંથી અભ્યાસનો એક અંશ ૫ણ ખૂબ મહત્વનો છે.”” આ વાત તમે સાચી લખિ છે. 100% આચરણ કરયું છે મેં મારા જીવનમાં તેનો આનંન્દ છે. read also lecture coloum pages, at : http://abhashahra.wordpress.com
dr sudhir shah na vandan.
LikeLike
“”કહેવા કરતાં કરવું મુશ્કેલી છે, પોતાના ઉ૫દેશના વીસમા ભાગ જેટલું આચરણ કરવું ૫ણ મુશ્કેલ છે. સિદ્ધાંતોના ઢગલાથી લાભ શું, જો તેમનું જીવનમાં આચરણ ન કરીએ ? આદર્શોના ઢગલામાંથી અભ્યાસનો એક અંશ ૫ણ ખૂબ મહત્વનો છે.””
તમે આ વાત સાચી લખિ છે મારા જીવન માં આચરણ 100 માંથી 100 ભાગ નું કર્યં છે.
તે અંગે વધુ વાંચશો : http://abhashahra.wordpress.com પર. તથા http://abhashahra.wordpress.com/category/lectures/ and http://www.zero2dot.org ના
http://www.zero2dot.org/the_divine_guru.htm (a three page article) આ લિંક વાંચશો.
ડૉ.સુધીર શાહ ના વંદન
LikeLike