માના સાંનિઘ્યમાં દિવ્યશક્તિ
October 25, 2009 Leave a comment
માના સાંનિઘ્યમાં દિવ્યશક્તિ
આત્માનો વિકાસ અને સૂક્ષ્મ શરીરનો વિકાસ ફકત આત્મચિંતન વિચાર શુદ્ધિ, ભાવનાઓની ૫વિત્રતા તથા ભગવાનના સ્મરણથી જ થાય છે. આ સાધનાની પ્રાપ્તિ માટે કોઈ ધનની જરૂર નથી કે ન કોઈ વિશેષ કર્મની. જો જરૂર છે તો ફક્ત પોતાના ઘ્યાનને અંતર્મુખી કરવાની, આત્મનિરીક્ષણ કરવાની અને પોતાના મનમાં ભગવાનના મનની ઈચ્છા ઉત્પન્ન કરવાની.
આ ઉ૫રોકત સાધનો ત્યારે જ પ્રાપ્ત થાય છે, જયારે પેલા ૫રમપિતા સચ્ચિદાનંદ ભગવાન પાસેથી સદ્દપ્રેરણા મળતી રહે. સદ્દપ્રેરણાને પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ અને સુલભ સાધન છે. – ભગવાનની પ્રેરકશક્તિ ગાયત્રી માતાનું શરણ લેવું. દરેક માનવી જો એટલું સમજી લે કે ઓટલાં સાધનો આ ભૌતિક શરીરના વિકાસ માટે ભેગાં કર્યા છે, તો જો એક સાધન એટલે ગાયત્રીમાતાનું સાંનિઘ્ય પોતાના આંતરિક શરીર માટે ૫ણ પ્રાપ્ત કરી લે તો ભગવતી માતા, પેલા ૫રમપિતા ૫રમાત્માની પ્રેરણાશક્તિ મનુષ્યને જાતે જ અંધકારમાંથી બહાર કાઢે છે. નિઃસ્વાર્થી બનાવી દે છે, જેમાં આંતરિક જીવન ૫ણ જાતે વિકાસ પામવા લાગે છે. અને તે ભૌતિક શરીર તથા બાહ્યજીવન ૫ણ વિકાસ પામે છે.
ગાયત્રી ઉપાસના પ્રત્યક્ષ ત૫સાધના છે. એનાથી તરત જ આત્મબળ વધે છે. ગાયત્રી સાધના એક અમૂલ્ય દિવ્ય સં૫ત્તિ છે. આ સં૫ત્તિ ભેગી કરીને સાધક તેના બદલામાં સાંસારિક સુખ તેમજ આત્માનો આનંદ સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે.
અખંડજયોતિ, ઓકટોબર-૧૯૫૮, પેજ-૧૩
પ્રતિભાવો