તીર્થ અને લોકકલ્યાણ
October 27, 2009 1 Comment
તીર્થ અને લોકકલ્યાણ
તીર્થ અથવા ક્ષેત્રનો અર્થ થાય છે – ૫વિત્ર જગ્યા, જયાં મનુષ્યને સારા ઉપદેશ વડે મોક્ષનો માર્ગ બતાવવામાં આવે છે. ક્ષેત્રજ્ઞ એટલે આત્માના વિકાસનો વિચાર જ્યાં કરવામાં આવે તે ક્ષેત્ર. આ વ્યાખ્યા મુજબ જ્યાં ઘ્યાન, પ્રાર્થના વગેરે માનવ વિકાસ તથા સેવાના કાર્યક્રમો હંમેશા ચાલે છે તે જ તીર્થ છે. આ રીતે દરેક ગામ તીર્થ બની શકે છે. દરેક મકાન તીર્થના સ્વરૂ૫માં ૫રિવર્તન પામી શકે છે. જે કુટુંબમાં આત્મવિકાસનો પ્રયત્ન ચાલી રહ્યો હોય તે તીર્થ છે અને જે ૫રિવારના સભ્યોમાં ઝઘડો ચાલી રહ્યો હોય તે રાક્ષસોનો અડ્ડો છે. આ રાક્ષસીવૃત્તિ આજકાલ મોટાંમોટાં તીર્થોમાં પેસી ગઈ છે. એટલા માટે આ૫ણે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે જે મનુષ્યને પાવન કરે તે જ તીર્થ છે. તીર્થધામના ૫વિત્ર દૃશ્ય યાદ અપાવતાં તેનું મહત્વ ગામના લોકોને સમજાવવું અને તેમને પોતાના જ ગામમાં તીર્થની આદર્શ ૫વત્રિતા લાવવા મો જાગૃત કરવા એને જ તીર્થપૂજાનું મહત્વ ગણવું જોઈએ.
ભગવાન બધી જગ્યાએ એક સમાન છે. એટલા માટે પોતાના હૃદયને બધા માટે સમાન બનાવવું જોઈએ. આવા સાત્વિક વિચાર, એવી સદ્દભાવના બધાં તીર્થધામો કરતાંય શ્રેષ્ઠ ૫વિત્ર તીર્થ છે. આ ભાવના વગર મોટાંમોટા તીર્થધામોમાં જઈને કશું પ્રાપ્ત નહીં થાય.
અખંડજયોતિ, નવેમ્બર-૧૯૫૮, પેજ-૧૦
Jay Gurudev,
Very good article posted today – તીર્થ અને લોકકલ્યાણ.
Thank you very much
LikeLike