માનસિક વિકાસ અને આત્મજ્ઞાન
October 28, 2009 2 Comments
માનસિક વિકાસ અને આત્મજ્ઞાન
મહાન પુરુષો એટલા માટે કામ કરે છે કે તેમને જોઈને બીજા અનેક લોકો ૫ણ એ કામમાં સહયોગ આપે અને એવા પ્રકારનાં કાર્યોથી આત્મવિકાસ કરે. જે લોકો બધાના હિતમાં પોતાનું હિત જુએ છે અને જેઓ લોકકલ્યાણની ભાવનાથી પ્રેરાઈને કાર્ય કરે છે તેમને કોઈ પ્રકારનો મોહ અથવા શોક થતો નથી. તે મૃત્યુથી ૫ણ ડરતા નથી . તેઓ સદાય આનંદની સ્થિતિમાં રહે છે.
યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્નેવાભિજાનત | તત્ર કો મોહક: શોક એકત્વમનુ૫શ્યતિ || (ઈશો૫નિષદ્)
માનસિક વિકાસનું છેલ્લું લક્ષ્ય આ૫ણને પોતાને એ મહાન તત્વ સાથે જોડવાનું છે, જેનાથી બધાં પ્રાણીઓ ઉત્પન્ન થયાં છે, જેમાં તે રહે છે અને છેલ્લે તેમાં જ મળી જાય છે. બધી નદીઓ સાગર પાસેથી પોતાનું પાણી અથવા જીવન પ્રાપ્ત કરે છે અને સાગરની તરફ આગળ વધે છે ને છેલ્લે સાગરમાં સમાઈ જાય છે. જ્યારે માણસ પોતાના વ્યક્તિત્વને સમાજરૂપી સાગરમાં સમર્પણ કરવાને જ પોતાનું લક્ષ્ય બનાવી લે છે ત્યારે તેને સમાજના સુખમાં પોતાનું સુખ દેખાય છે અને તેના બધા વિચાર અને ક્રિયાઓનું લક્ષ્ય સમાજનું હિત વધારવાનું હોય છે. એણે સુવિકસિત વ્યક્તિનું નિર્માણ કરવાનું છે.
અખંડજયોતિ, નવેમ્બર-૧૯૫૮, પેજ-૧૮
Jay Gurude v sunder mesaage..Ishavasyam upnishad
સુંદર સંદેશ..આવુ જ ગીજાજીમા કહે છે કૃષ્ણ…યદી અહં ન વ્રતેયા.મમ વર્તમાનુવર્તન્તે મનુશ્યા પાર્થ સર્વશ
Kantibhai aapno aabhaar
LikeLike
Jay Gurudev,
Thank you very much for this article.
LikeLike