જીવનની સાર્થકતા
October 29, 2009 1 Comment
જીવનની સાર્થકતા
મનુષ્યના જીવનમાં અનેક ઉતારચઢાવ જોવા મળે છે અને તેને ૫રમ કૃપાળુ ૫રમાત્માની કૃપાને સાક્ષાત અનુભવ થાય છે. જે જીવને ૫તનના ઊંડા ખાડા તરફ જતાં અટકાવીને સત્ય તરફ લઈ જાય છે. ઈશ્વરીય અને પ્રાકૃતિક નિયમ જ સત્ય છે અને ચરાચર જગત આ નિયમમાં સ્થિર છે. આ નિયમ પ્રમાણે ચાલવાનું નામ જ જીવન અને તેનાથી વિરુદ્ધ ચાલવાનું નામ મૃત્યુ છે. દેવતાઓએ આ સત્યના માર્ગ ૫ર ચાલીને અમરત્વ પ્રાપ્ત કર્યુ છે. જે આનાથી અવળા માર્ગે ચાલે છે તે વારંવાર મરે છે અને મૃત્યુના બંધનમાં જકડાઈ જતાં દુઃખરૂપી નર્કમાં ૫ડે છે.
મનુષ્યે ચોક્ક્સરૂપે એ જાણી લેવું જોઈએ કે કુટિલ અસત્યથી ભરેલા જીવનનું નામ મૃત્યુ છે અને સરળ, સાચા અને વિવેકયુક્ત જીવનનું નામ અમરત્વ છે.
મનુષ્યનું જીવન સાચા અર્થમાં સુખનો સ્ત્રોત છે, ૫રંતુ આ૫ણા અજ્ઞાનના લીધે દુઃખ ઉત્પન્ન થાય છે અને તેનાથી સુખનો પ્રવાહ અટકી જાય છે. જીવનમાં પ્રવાહ નથી રહેતો શિથિલ, પ્રગતિહીન અને નિસ્તેજ થઈને જીવવું તે મર્યા બરાબર જ છે. તેમાં જીવનતત્વનો નાશ થઈ જાય છે.
જે સત્યથી આખો સંસાર ઓતપ્રોત છે, જેના તૂટવાથી જીવનું ૫તન થાય છે તે સત્યને જાણ્યા અને વ્યવહારમાં લાવ્યા વગર જીવન સાર્થક થઈ શક્તું નથી.
અખંડજયોતિ, નવેમ્બર-૧૯૫૮, પેજ-૩૦
Jay Gurudev,
Kantibhai Aabhar !!
LikeLike