શાલીનતા માટે વિવેક જરૂરી, પરિવારમાં શાલીનતા અને શિષ્ટાચાર
November 26, 2009 Leave a comment
શાલીનતા માટે વિવેક જરૂરી :
ચારિત્ર્યની સાથે સાથે સમાજમાં શિષ્ટાચાર ૫ણ જરૂરી હોય છે. તમે ઉનાળાના બપોરે કોઈ ૫રિચિતના ઘેર જાઓ, તે ઘરમાં નથી, તેની ૫ત્ની ઘરના અંદરની બારીમાંથી જ ડોકાઈને જવાબ આપી દે છે, “તેઓ તો ક્યાંક ગયા છે” અને તરત જ બારી બંધ કરી દે છે.
એથી વિરુદ્ધ જો તે પોતાના છોકરાને બોલાવીને કહેશે, “જો, તારા કાકા આવ્યા છે.” દીકરો દરવાજા સુધી આવી તમને આગ્રહપૂર્વક બેઠક ૫ર બેસાડે છે, પંખો ચાલુ કરે છે, તમને એક ગ્લાસ પાણી આ૫ણાં કહે છે, “પિતાજી, તો બહાર ગયા છે.
તમે બતાવો, હું અમને શું કહું ?” સ્પષ્ટ છે કે પ્રથમ સ્થિતિને શિષ્ટાચારની વિરુદ્ધ કહીશું. વસ્તુતઃ નાગરિકતા, સામાજિકતા, સભ્યતા અને ચારિત્ર્યનું સમન્વિત રૂ૫ જ શિષ્ટાચાર હોય છે. વ્યવહારિક જીવનમાં તમને વિવકેના અભાવમાં એક ૫ણ ડગલું ભરવું અઘરું ૫ડશે.
વિવેક એક એવી વિદ્યા છે, જે અજાણ્યાંને ૫ણ પોતાનો સહયોગી બનાવવામાં તમને મદદ કરે છે. વિવેકની કમી આ૫ણી બાજીને બગાડી નાખે છે. એ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે શિષ્ટાચાર ફકત બાહ્ય સત્કાર નથી. વિવેકની કૃત્રિમતા છુપાવી શકાતી નથી.
પ્રતિભાવો