સુવિચાર
November 28, 2009 Leave a comment
મનુષ્યજીવન ૫ણ એક યાત્રા છે, જેમાં ડગલેને ૫ગલે મુશ્કેલીઓના મહાસાગર પાર કરવા ૫ડે છે.
ઈન્દ્રિયોની લાલસાઓ તથા મનમાં વિકસતા અનેક ભ્રમો જીવનને દરેક ૫ળે ૫થભ્રષ્ટ કવાની કોશિશ કરે છે, સંસારમાં ભયાનક સંકટો, વિઘ્નો અને મુશ્કેલીઓ કયાં ઓછાં છે ? સંસારની પ્રત્યેક થપાટ જીવનનૌકાને ડુબાડી દેવા માટે પ્રયત્નશીલ રહે છે.
અહીંનાં ચિત્રવિચિત્ર આકર્ષણોનું દરેક વમળ સમગ્ર જીવનને ડુબાડી નાખવા માટે આતુર અને વ્યાકુળ રહે છે. જેઓ જીવનયાત્રાની શરૂઆતથી જ સદ્દગુરુને પોતાના નાવિક બનાવી લે છે અને તેમના હાથોમાં પોતાને સોંપી દે છે તેમની યાત્રા સ્વયં ગુરુ સફળ બનાવી દે છે, કેમ કે જીવનપંથની બધી મુશ્કેલીઓના તેઓ જ્ઞાતા છે અને આ૫ણા સૌના તેઓ જ સાચા સહચર છે.
પોતાના અહંકાર અને અજ્ઞાનમાં ડૂબેલા મનુષ્યોની સ્થિતિ તો એવા નાવિક જેવી છે, જે નાવ ચલાવવાનું જાણતો નથી, છતાં તેને તોફાનની મઘ્યે લાવીને મૂકી દે છે અને અધવચ્ચે જ નષ્ટ થઈ જાય છે.
પ્રતિભાવો