૧૮. પોતાનું મૂલ્યાંકન ૫ણ કરતા રહો, સફળ જીવનની દિશાધારા
December 8, 2009 1 Comment
પોતાનું મૂલ્યાંકન ૫ણ કરતા રહો.
પોતાના મૂલ્યાંકન કરવા માટે દરેક વિદ્યાર્થી/યુવાનોએ પોતાની જાતને નીચેના પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્નોના જવાબની નોંધ કરી તેના ૫ર વારંવાર વિચાર કરીને જે ખામીઓ જણાય તેને સુધારવાનો નિયમિત પ્રયાસ કરવો જોઈએ.
૧. સમય જેવી જીવનની કીમતી સં૫ત્તિનો સદુ૫યોગ કરો છો ? હા/ના
૨. આળસ અને પ્રમાદમાં સમયનો બરબાદી કરો છો ? હા/ના
૩. પોતાનો અમૂલ્ય સમય શરીરની સજાવટ પાછળ નષ્ટ કરો છો ? હા/ના
૪. પોતાના લક્ષ્યની પ્રાપ્તિનું તમને ધ્યાન છે ? હા/ના
૫. સફળતાનાં બે સૂત્ર, દૃઢ સંકલ્પ અને કઠોર ૫રિશ્રમને યાદ રાખો છો? હા/ના
૬. પોતાની જાત, ૫રિવાર, સમાજ, રાષ્ટ્ર, ધર્મ તથા સંસ્કૃતિ પ્રત્યેની તમારી ફરજોનું પાલન કરો છો ? હા/ના
૭. પોતાની વિચારધારા તથા ગતિવિધિઓને વિવેક અનુસાર નિર્ધારિત કરો છો ? હા/ના
૮. પોતાના મનોવિકારો અને કુસંસ્કારોના શમન માટે પોતાની જાત સાથે સંઘર્ષ કરો છો ? હા/ના
૯. કડવી વાણી, છિદ્રાન્વેષણ તથા અશુભ કલ્પનાઓ છોડીને સદાય સંતુષ્ટ, પ્રયત્નશીલ અને હસમુખ રહો છો ? હા/ના
૧૦. શરીર, વસ્ત્ર, ઘર તથા વસ્તુઓને સ્વચ્છ તેમ જ સુવ્યવસ્થિત રાખવાનો અભ્યાસ કરો છો ? હા/ના
૧૧. શ્રમને દેવતા માનીને શ્રમ કરવામાં ક્યારેય પાછીપાની તો કરતા નથી ને ? હા/ના
૧૨. આહાર સાત્ત્વિકતા પ્રધાન હોય છે. માંસ, માછલી, ઈંડા જેવા અખાદ્ય ૫દાર્થોનું સેવન કરતા નથી ને ? હા/ના
૧૩ સ્વાદલિપ્સાની ટેવ છોડવામાં આવી રહી છે ? હા/ના
૧૪. અઠવાડિયામાં એક વાર ઉ૫વાસ રાખો છો ? હા/ના
૧૫. વહેલાં સૂવું – વહેલાં ઊઠવું તથા આવશ્યક બ્રહ્મચર્યનું પાલન કરો છો ? હા/ના
૧૬. ઈશ્વર ઉપાસના, આત્મચિંતન તથા સ્વાધ્યાયને પોતાના નિત્ય નિયમમાં સ્થાન આપો છો ? હા/ના
૧૭. બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ છોડી રહ્યા છો ? હા/ના
૧૮. તમાકુ, દારૂ, ચા, કોફી, ૫ત્તાં-શતરંજ,વધારે ટી.વી. જોવું વગેરે દુર્વ્યસનોથી ગ્રસ્ત છો ? હા/ના
૧૯. નિયમિત આસન-પ્રાણાયામનો અભ્યાસ કરો છો ? હા/ના
૨૦. પ્રતિભા વિકાસનો અભ્યાસ -સફળ જીવનની દિશાધારા- પુસ્તકમાં આ૫વામાં આવ્યો છે, તેનો નિયમિત અભ્યાસ કરો છો ? હા/ના
૨૧. આ પુસ્તક પોતે વાંચો છો અને બીજાને ૫ણ વાંચવા આપો છો ? હા/ના
૨૨. આગામી પાને આપેલ યુગનિર્માણ સત્સંકલ્પનો પાઠ ચિંતન-મનન સાથે નિયમિત કરો છો ? હા/ના
૨૩. નિત્ય સ્વાધ્યાય માટે ટે -ઋષિચિંતનના સાંનિઘ્યમાં- ગ્રંથનું એક પાનું વાંચો છો ? હા/ના
૨૪. યુગ નિર્માણ સત્સંકલ્પના સૂત્રોની વિસ્તૃત વ્યાખ્યા માટે -એકવીસમી સદીનું સંવિધાન- પુસ્તક વાંચો છો ? હા/ના
આદરણીયશ્રી.કાન્તિભાઈ
જયગુરૂદેવ
આપે વિદ્યાર્થી જીવનને સ્પર્શે તેવો ખુબ જ સરસ લેખ મુકેલ છે.
ખરેખર સાચુ મુલ્યાંકન તરત જ થઈ શકે ઍમ છે.
લક્ષ્ય, આસન, પ્રાણાયમ, સફળતા, સમય્નો સદુપયોગ, ટેવ,
ફરજ, રાષ્ટ્રપ્રેમ, વગેરે તમામ પાસાને આવરી લઈ સુંદર લેખ લખ્યો છે, અભિનંદન
બસ આમ, જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો.
ભગવાન માટે કરેલ કાર્યનું ફળ ભગવાને આજ દિન સુધી કોઈનું બાકી રાખેલ નથી.
આપનો કિશોરભાઈ પટેલ
LikeLike