આત્મ બળ : આત્મજ્ઞાનમાં સહાયક
December 10, 2009 Leave a comment
આત્મ બળ : આત્મજ્ઞાનમાં સહાયક
મનુષ્ય કે સિદ્ધ પુરુષોનો સૌથી મોટો ચમત્કાર છે એમનું ‘આત્મબળ,’ તે જ તેઓને પોતાના સુષુપ્ત સામર્થ્યનું જ્ઞાન આપે છે. જેના કારણે તેઓ કઠણથી કઠણ અનુ પ્રતિકુળથીય પ્રતિકૂળ ૫રિસ્થિતિઓમાં ૫ણ આદર્શો તથા દઢ સિદ્ધાંતો ૫ર ટકી રહે છે.
આ ચમત્કારી ક્ષમતા સામાન્યમાંથી રાજકુમાર સિદ્ધાર્થને ગૌતમ બુદ્ધ, એક ભરવાડના બેટાને ઈસુ, સાધારણ સાધુ સમર્થ રામદાસ, વાસનામાં ડૂબેલા કામાંધ વ્યક્તિને તુલસીદાસ, એક પૂજારીને રામકૃષ્ણ ૫રમહંસ, એક ડાકુને સંત વાલ્મીક તથા એક અઘ્યા૫કને મહાયોગી અરવિંદ બનાવે છે. સામાન્ય ૫રિસ્થિતિઓ માંથી ૫ર જઈને મહામાનવો-દેવપુરુષોની હારમાં જઈ બેસવું શું ઓછો ચમત્કાર છે ? લોકોએ તો જાદુગરની હાથચાલાકીને જ ચમત્કાર માન્યો છે.
વાસ્તવમાં જેમણે આધ્યાત્મિક સં૫ત્તિ કમાઈ છે તેઓને આ રીતે ચમત્કાર બતાવવાની કદી જરૂર નથી ૫ડતી. સમૃદ્ધ માણસ પોતાના ધનને સુરક્ષિત રાખે છે, તે દરેકને બતાવતો નથી ફરતો. આ તો પ્રદર્શિત કરનારનું છીછરા૫ણું અને ઉત્સુક બાળક-બુદ્ધિવાળાઓનું બાળ૫ણ છે. જે ઘડા-પ્રદર્શન (સોનામહોર ભરેલો ઘડો) ને જ મુખ્ય માની બેસે છે. જીવનના ગૌરવને જેઓ સમજ્યા છે.
તેઓએ બુદ્ધિપૂર્વક તેની સાધના કરી છે અને બદલામાં અગણિત બહુમૂલ્ય મણિમોતી પામ્યા છે. તેનાથી તેઓએ પોતે લાભ મેળવ્યો છે અને અનેકને લાભ થયો છે.
પ્રતિભાવો